હિના ખાને ખુલાસો કર્યો કે ગયા એક વર્ષથી તેની પાસે કામ માટે કોઈનો ફોન આવ્યો નથી અને હવે તે ઇચ્છે છે કે કામ માટે તેને ફોન આવે.
હિના ખાન
હિના ખાને બહુ હિંમતપૂર્વક બ્રેસ્ટ-કૅન્સરનો સામનો કર્યો છે. હવે તેની સર્જરી થઈ ચૂકી છે અને હવે તે પોતાના સ્વાસ્થ્યનું પણ ખૂબ ધ્યાન રાખી રહી છે. હિના હવે ફરીથી ટીવીના પડદે પાછી ફરી રહી છે ત્યારે તેણે એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે કૅન્સરને કારણે તે અનેક પ્રોજેક્ટ ગુમાવી ચૂકી છે. પોતાની લાગણી વ્યક્ત કરતાં હિનાએ કહ્યું કે ‘આ બધું થયા પછી મને લાંબા સમય સુધી કામ નથી મળ્યું. હું કામ કરવા માગું છું. કોઈએ મને સીધું કહ્યું નથી, પરંતુ હું અનુભવી શકું છું કે ઘણા લોકો હજી પણ મારી સાથે કામ કરવામાં અચકાઈ રહ્યા છે. જોકે તેમની લાગણી સાચી છે. જો હું તેમની જગ્યાએ હોત તો હું પણ હજાર વખત વિચાર કરત. જોકે કામ કરવા માટે હું ઑડિશન માટે પણ તૈયાર છું.’
આ ઇન્ટરવ્યુમાં હિના ખાને ખુલાસો કર્યો કે ગયા એક વર્ષથી તેની પાસે કામ માટે કોઈનો ફોન આવ્યો નથી અને હવે તે ઇચ્છે છે કે કામ માટે તેને ફોન આવે.


