આ ફિલ્મમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પાટણી જોવા મળશે.
પ્રભાસની ‘કલ્કી 2898 એડી`
પ્રભાસની ‘કલ્કી 2898 એડી’ને હવે નવમી મેએ રિલીઝ કરવામાં આવશે. આ એક માઇથોલૉજિકલ ફિલ્મ છે જે સાયન્સ-ફિક્શન પર આધારિત છે. આ ફિલ્મમાં પ્રભાસની સાથે અમિતાભ બચ્ચન, કમલ હાસન, દીપિકા પાદુકોણ અને દિશા પાટણી જોવા મળશે. આ ફિલ્મની રિલીઝ ડેટ જાહેર કરવા માટે મેકર્સ દ્વારા વારાણસી, મુંબઈ, દિલ્હી, ચંડીગઢ, ચેન્નઈ, મદુરાઈ, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ, ગંટુર, ભીમાવરમ, કાશ્મીર અને વિજયવાડામાં એકસાથે અનાઉન્સમેન્ટ કરવામાં આવી હતી. વૈજયંતી મૂવીઝના ફાઉન્ડર અને પ્રોડ્યુસર સી. અશ્વિની દત્તે કહ્યું કે ‘વૈજયંતી મૂવીઝને પચાસ વર્ષ પૂરાં થવા આવ્યાં છે. અમારી સિનેમૅટિક જર્નીમાં નવમી મેનું ખૂબ જ યોગદાન રહ્યું છે. આઇકૉનિક ‘જગડેકા વીરુડુ અતિલોકા સુંદરી’થી લઈને ‘મહંતી’ અને ‘મહર્ષિ ’ જેવી ફિલ્મો નવમી મેએ રિલીઝ થઈ છે. ‘કલ્કી 2898 એડી’માં ગિફ્ટેડ આર્ટિસ્ટ અમિતાભ બચ્ચન, પ્રભાસ, કમલ હાસન અને દીપિકા પાદુકોણનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમારા માટે આ ખૂબ જ મોટી વાત છે, કારણ કે અમારું બૅનર ૫૦ વર્ષ પૂરાં કરવા જઈ રહ્યું છે અને એના સેલિબ્રેશનમાં આ તમામ ઍક્ટર્સ છે.’


