Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ચાલુ શોમાં શા માટે લોકો સપના ચૌધરી પર પથ્થર ફેંકવા લાગ્યા? જુઓ વીડિયો

ચાલુ શોમાં શા માટે લોકો સપના ચૌધરી પર પથ્થર ફેંકવા લાગ્યા? જુઓ વીડિયો

28 August, 2020 02:14 PM IST | Haryana
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ચાલુ શોમાં શા માટે લોકો સપના ચૌધરી પર પથ્થર ફેંકવા લાગ્યા? જુઓ વીડિયો

સપના ચૌધરી

સપના ચૌધરી


કોરોના વાયરસ (COVID-19) મહામારીને લીધે એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રી ઠપ થઈ ગઈ છે. લાઈવ પર્ફોમન્સ અને સ્ટેજ શો પણ બંધ છે. ત્યારે સ્ટાર ડાન્સર હરિયાણવી ક્વિન સપના ચૌધરી (Sapna Chaudhary)ના સ્ટેજ શોને ફૅન્સ બહુ મિસ કરી રહ્યાં છે. દરમિયાન સપના ચૌધરીને એક જુનો વીડિયો હાલ ખુબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં હરિયાણવી ક્વિન ગુસ્સામાં છે અને લોકોને શાંત થવા અપીલ કરી રહી છે.

તાજેતરમાં વાયરલ થયેલો સપના ચૌધરીનો જુનો વીડિયો છે. જેમાં સપનાએ ડાન્સ છોડીને હાથમાં માઈક પકડેલી દેખાઇ રહી છે. આ વીડિયોને futurewith crypto નામની યુટ્યૂબ ચેનલ પર અપલૉડ કરવામાં આવ્યો છે. હકીકતમાં, સપના સ્ટેજ શૉમાં ડાન્સ કરવા માટે પહોંચી હતી ત્યારે લોકોની ભીડે તેના પર પથ્થર ફેંકવાનુ શરૂ કરી દીધું હતું. લોકોને આવું કરતાં જોઈને સપનાએ માઈક હાથમાં લઈને લોકોને પથ્થર ન ફેંકવાની અપીલ કરી હતી. વીડિયોમાં સ્પષ્ટ દેખાય છે કે, સપના લોકોને કહી રહી છે કે હું તમારી બહેન-દીકરી જેવી છું. સ્ટેજ પર નાચવાથી હું અલગ નથી થઈ જતી. હવે પથ્થર ન મારો કેમકે હું પથ્થર ખાઈ ખાઈને મોટી થઈ ગઈ છું. તેને લોકોને કહ્યું કે, મને રડવુ આવે છે, જ્યારે તમે મને પથ્થર મારો છો, અહીં આવીને મારી જેમ ઠુમકા લગાવી જુએ તો ખબર પડશે.



અહીં જુઓ વાયરલ વીડિયો:


ઉલ્લેખનીય છે કે, તાજેતમાં જ સપના ચૌધરીના બે હરિયાણવી સોન્ગ 'તાલિબાન' અને 'જલેબી' રિલીઝ થયા છે. જે દર્શકોને ખુબ પસંદ આવી રહ્યાં છે.


Whatsapp-channel Whatsapp-channel

28 August, 2020 02:14 PM IST | Haryana | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK