Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ઍક્ટર બનવા પહેલાં સેલિબ્રિટીઝ માટે કૉફી ઑર્ડર કરતી હતી પરિણીતિ

ઍક્ટર બનવા પહેલાં સેલિબ્રિટીઝ માટે કૉફી ઑર્ડર કરતી હતી પરિણીતિ

30 April, 2024 06:45 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

યશરાજ ફિલ્મ્સમાં ઇન્ટર્નશિપ કરતી હતી એ દરમ્યાન ઍક્ટર્સે કોને અને ક્યારે ઇન્ટરવ્યુ આપવો એ તે નક્કી કરતી હતી

પરીનીતિ ચોપરા

પરીનીતિ ચોપરા


પરિણીતિ ચોપડા ઍક્ટિંગમાં કરીઅર બનાવવા પહેલાં સેલિબ્રિટીઝ માટે કૉફી ઑર્ડર કરતી હતી. તેણે ૨૦૧૧માં આવેલી ‘લેડીઝ vs રિકી બહલ’ દ્વારા ઍક્ટિંગ કરીઅરની શરૂઆત કરી હતી. આ ફિલ્મમાં તે સપોર્ટિંગ ઍક્ટર હતી. તેણે લીડ હિરોઇન તરીકે ‘ઇશકઝાદે’ દ્વારા ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. જોકે આ પહેલાં તે યશરાજ ફિલ્મ્સમાં માર્કેટિંગ અને પબ્લિક રિલેશન્સ ડિપાર્ટમેન્ટમાં કામ કરતી હતી. આ વિશે વાત કરતાં પરિણીતિ કહે છે, ‘મેં રાની મુખરજી માટે ‘દિલ બોલે હડિપ્પા’, દીપિકા પાદુકોણ અને નીલ નીતિન મુકેશ માટે ‘લફંગે પરિંદે’ તેમ જ અનુષ્કા શર્મા અને શાહિદ કપૂર માટે ‘બદમાશ કંપની’નું પ્રમોશન કર્યું હતું. હું આ ઍક્ટર્સે કોને અને ક્યારે ઇન્ટરવ્યુ આપવો એ નક્કી કરતી હતી. તેમ જ તેમના માટે કૉફી પણ ઑર્ડર કરતી હતી. મારી ઇન્ટર્ન તરીકે છેલ્લી ફિલ્મ ‘બૅન્ડ બાજા બારાત’ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

30 April, 2024 06:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK