પૉલિટિક્સ જૉઇન કરવા વિશે પૂછતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું...
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીની પૉલિટિક્સમાં જવાની કોઈ ઇચ્છા નથી. બૉલીવુડની ઘણી સેલિબ્રિટીઝ હવે પૉલિટિક્સમાં જઈ રહી છે. તેમ જ ઘણી સેલિબ્રિટીઝની ઇચ્છા હજી પણ છે. પંકજ ત્રિપાઠીની આગામી ફિલ્મો ‘સ્ત્રી 2’ અને ‘મેટ્રો... ઇન દિનોં’ છે. ‘સ્ત્રી 2’નું ટ્રેલર બે જ દિવસમાં રિલીઝ કરવામાં આવશે. પંકજ ત્રિપાઠીની ‘મિર્ઝાપુર 3’ હાલમાં જ રિલીઝ થઈ છે જેમાં તેઓ ગૅન્ગસ્ટરમાંથી પૉલિટિશ્યન બન્યા હતા. પૉલિટિક્સમાં તેમની આવવાની ઇચ્છા વિશે પૂછતાં પંકજ ત્રિપાઠીએ કહ્યું હતું કે નહીં, અભી તો ફિલહાલ ઍક્ટિંગ કી દુકાન અચ્છી ચલ રહી હૈ.