પંકજ ત્રિપાઠીને હાલમાં ‘મીમી’ માટે નૅશનલ અવૉર્ડ આપવામાં આવ્યો છે. પોતાની ઍક્ટિંગથી ફેમસ પંકજ આજે પણ ક્યારેક રિક્ષામાં ટ્રાવેલ કરે છે
પંકજ ત્રિપાઠી
પંકજ ત્રિપાઠીને હાલમાં ‘મીમી’ માટે નૅશનલ અવૉર્ડ આપવામાં આવ્યો છે. પોતાની ઍક્ટિંગથી ફેમસ પંકજ આજે પણ ક્યારેક રિક્ષામાં ટ્રાવેલ કરે છે. તેમની થોડા સમય પહેલાં રિલીઝ થયેલી ‘OMG 2’ લોકોને ખૂબ પસંદ પડી હતી. આ ફિલ્મમાં તેણે કાંતિ શરણ મુદગલનો રોલ ભજવ્યો હતો. ફિલ્મમાં તેની સાથે અક્ષયકુમાર ભગવાન શંકરના રોલમાં દેખાયો હતો. રિક્ષામાં ટ્રાવેલ કરવાના વર્તમાન અનુભવ વિશે અને ઑફર્સ વિશે પંકજ ત્રિપાઠીએ કહ્યું કે ‘મને ઑફર્સ તો ઘણી મળી રહી છે, પરંતુ મારી પાસે થોડા પ્રોજેક્ટ્સ છે. લાઇફ કાંઈ બદલાઈ નથી. હવે વિચારું છું કે ભવિષ્યમાં જે પણ ફિલ્મમાં કામ કરીશ ત્યારે પૈસા થોડા વધારી દઈશ. બાકી લાઇફ તો બદલાઈ નથી. હજી પણ રિક્ષામાં આવું છું. ખુશકિસ્મતી એ છે કે જે ઑટોમાં બેસીને આવ્યો એની પાછળ ‘OMG 2’નું પોસ્ટર લાગેલું હતું. એમાં અક્ષયસર અને મારો ફોટો હતો. મારી સાથે રિક્ષામાં જે યુવક બેઠો હતો તેણે મારી સાથે એક વિડિયો બનાવ્યો અને કહ્યું કે ‘સર, આ તો એક સંયોગ છે.’ ડ્રાઇવરને સમજમાં ન આવ્યું કે તેની નંબર-પ્લેટનો વિડિયો શું કામ રેકૉર્ડ કરવામાં આવે છે. મેં માસ્ક પહેર્યો હતો. તો મેં તેને કહ્યું કે પોસ્ટરમાં જે છે એ હું છું. ત્યારે તે રિક્ષામાંથી ઊતરીને પાછળ એ પોસ્ટર જોવા ગયો અને સ્માઇલ કરી. ત્યાં સુધી તો હું મારી ગાડીના પાર્કિંગ સુધી પહોંચી ગયો હતો.’


