Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મૈં અટલ હું માટે પંકજ ત્રિપાઠીએ કર્યા આટલા ઉપવાસ, 60 દિવસ રહ્યા માત્ર ખિચડી પર

મૈં અટલ હું માટે પંકજ ત્રિપાઠીએ કર્યા આટલા ઉપવાસ, 60 દિવસ રહ્યા માત્ર ખિચડી પર

Published : 04 November, 2023 05:32 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Pankaj Tripathi`s Khichdi Diet: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બહેતરીન સ્ટાર્સમાંના એક પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં જ ફિલ્મ `મેં અટલ હું`માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં જ તેમણે પોતાના પાત્રને લઈને અનેક ખુલાસા કર્યા છે.

પંકજ ત્રિપાઠી (ફાઈલ તસવીર)

પંકજ ત્રિપાઠી (ફાઈલ તસવીર)


Pankaj Tripathi`s Khichdi Diet: ફિલ્મ ઈન્ડસ્ટ્રીના બહેતરીન સ્ટાર્સમાંના એક પંકજ ત્રિપાઠી ટૂંક સમયમાં જ ફિલ્મ `મેં અટલ હું`માં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના પાત્રમાં જોવા મળશે. તાજેતરમાં જ તેમણે પોતાના પાત્રને લઈને અનેક ખુલાસા કર્યા છે.

પંકજ ત્રિપાઠી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ઘડાયેલા અને બહેતરીન અભિનેતાઓમાંના એક છે. એક્ટર પોતાની જબરજસ્ત એક્ટિંગથી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તેમણે અત્યાર સુધી અનેક ફિલ્મોમાં પોતાની દળદાર એક્ટિંગ દ્વારા દરેકને ચોંકાવ્યા છે. હવે ફરી એકવાર પંકજ ત્રિપાઠી પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બાયોપિક `મેં અટલ હું`માં જોવા મળવાના છે.



Pankaj Tripathi`s Khichdi Diet: આ ફિલ્મ માટે પંકજ ત્રિપાઠી ખૂબ જ મહેનત કરી રહ્યા છે. હવે તાજેતરમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયાન અભિનેતાએ ખુલાસો કર્યો કે `મેં અટલ હું`માં અટલ બિહારી વાજપેયીનું પાત્ર ભજવવા માટે તેમણે શું - શું કર્યું છે.


60 દિવસ સુધી મેં માત્ર ખિચડી ખાધી
Pankaj Tripathi`s Khichdi Diet: ફિલ્મ કમ્પેનિયનને આપેલા ઇન્ટરવ્યૂમાં જ્યારે પંકજ ત્રિપાઠીને શૂટિંગ દરમિયાન તેમના ખાવા અને એક્ટિંગને લઈને પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેમણે જણાવ્યું કે `હું શૂટિંગના દિવસે ખિચડી ખાઉં છું. ફિલ્મ અટલની શૂટિંગ માટે 60 દિવસ સુધી મેં માત્ર ખિચડી ખાધી, જે તેમણે પોતે બનાવી હતી. તેમણે જણાવ્યું કે આ બહારથી નહોતી મગાવી, કારણકે તેમને નહોતી ખબર કે આને બહાર કેવી રીતે બનાવવામાં આવે છે.`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Pankaj Tripathi (@pankajtripathi)


પંકજ ત્રિપાઠીએ જણાવ્યું કે, "તેમણે આ ખિચડી કોઈપણ તેલ અને મસાલા વગર બનાવી છે. તે ખિચડીમાં ઘરે બનાવેલું ઘી, હળદર અને સ્થાનિક રૂપે ઉપલબ્ધ શાકભાજી મિક્સ કરતા હતા. આમાં આગળ એક્ટરે ઉમેર્યું કે મગજ અને શરીરનું તાલમેલ થવું જરૂરી છે, અને આ માટે તેમણે હલ્કું ભોજન કરવું હતું."

પંકજ ત્રિપાઠીનું વર્ક ફ્રન્ટ
Pankaj Tripathi`s Khichdi Diet: પંકજ ત્રિપાઠીના વર્ક ફ્રન્ટની વાત કરીએ, તો એક્ટર ટૂંક સમયમાં જ `મેં અટલ હૂં`ની સાથે સાથે અનુરાગ બાસુની ફિલ્મ `મેટ્રો ઇન દિનો` અને `સ્ત્રી 2`માં જોવા મળશે. ટૂંક સમય પહેલા જ, પંકજ ત્રિપાઠીએ `મિમી`માં પોતાના બહેતરીન પ્રદર્શન માટે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યો હતો.

પંકજ ​ત્રિપાઠી તેને મળતી સફળતા અને નિષ્ફળતાને પોતાના પર હાવી નથી થવા દેતો. તેને હાલમાં જ ૬૯મા નૅશનલ ફિલ્મ અવૉર્ડમાં ‘મીમી’ માટે નૅશનલ અવૉર્ડથી સન્માનિત કરવામાં આવ્યો છે. તેની ‘OMG 2’ને ખૂબ સફળતા મળી છે. તેના પર્ફોર્મન્સના લોકો દીવાના છે. આમ છતાં તે નમ્ર રહેવા માગે છે અને પોતાના કામ પર જ ધ્યાન આપવા માગે છે. આ સિવાય તેને લાંબી લાઇનમાં ઊભા રહેવામાં પણ કોઈ વાંધો નથી. સાથે જ તે લાઇમલાઇટમાં નથી રહેવા માગતો. એ વિશે પંકજ ​ત્રિપાઠીએ કહ્યું કે ‘સફળતા અને નિષ્ફળતાની મારા પર અસર નથી થતી. જોકે મને નૅશનલ અવૉર્ડ મળ્યો એ ખૂબ અગત્યનું છે, કારણ કે એ કોઈ કંપનીએ નથી આપ્યો. એથી મારા માટે એ સ્પેશ્યલ છે. મારા જેવી વ્યક્તિ કે જેને સરકારી નોકરી જોઈતી હતી, તેને સરકાર તરફથી અવૉર્ડ આપવામાં આવે તો એ ખૂબ મોટી બાબત છે. નાના શહેરથી આવેલા મારા જેવા માણસ માટે તો આ ખૂબ મોટી સિદ્ધિ છે.’

Whatsapp-channel Whatsapp-channel

04 November, 2023 05:32 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK