દબંગ 3ના સેટ પર સલમાન કરે છે આ સાઉથ સ્ટાર જોડે વર્કઆઉટ
સુદીપે ટ્વિટર પર સલમાન સાથેની ફોટો શૅર કર્યો
સલમાન સ્ટારર 'ભારત' 5 જૂને રિલીઝ થવા જઈ રહી છે. આ સિવાય મુંબઈમાં દબંગ 3ના બીજા સિડ્યૂલની શૂટિંગ શરુ થઇ ગયું છે. દબંગ 3માં વિલન તરીકે સાઉથ સ્ટાર કિચ્ચા સુદીપ જોવા મળશે અને તે પણ ફિલ્મની ટીમ સાથે જોડાઈ ગયો છે. કિચ્ચા સુદીપે કહ્યું હતું કે, તે સલમાન ખાનની કંપનીને ઈન્જોય કરી રહ્યો છે. દબંગ 3માં સલમાન-સુદીપ સામ સામે જોવા મળશે.
સુદીપે ટ્વિટર પર સલમાન સાથેની ફોટો શેર કરી
ADVERTISEMENT
તમને જણાવી દઇએ કે ફિલ્મ દબંગ 3ના સેટ પર એક જીમ ઉભી કરવામાં આવ્યું છે. આ જીમમાં સલમાન ખાન અને સુદીપ વર્કઆઇટ કરતા જોવા મળ્યા હતા. સુદીપે તેમના ટ્વિટર હેન્ડલ પર સલમાન ખાન સાથેનો એક ફોટો પોસ્ટ કરતા લખ્યું હતું કે, ગરમી અસહનિયય છે પરંતુ તે સેટની એનર્જીને ઓછી કરી શકી નથી. દિવસ રોમાંચક રહ્યો, ઉમદા યૂનિટ, સારા લોકો અને સેટ પર લગાવવામાં આવેલ જીમ એક બોનસ હતું. દબંગ 3ની પહેલા દિવસન શૂટિંગ ચહેરા પર ખૂશી સાથે પૂરી થઈ. મને ઘર જેવુ મહેસુસ કરાવવા સલમાન ખાનનો આભાર.'
દબંગ 3ની સાથે સુદીપનું બોલીવુડમાં ડેબ્યું
તસવીરમાં સલમાન ખાન અને સુદીપ જીમ લૂકમાં નજર આવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાની સાથે આ ફોટો વાયરલ થયો હતો. માનવામાં આવી રહ્યું છે કે બન્ને સ્ટાર્સને ગમે ત્યારે સમય મળે ત્યારે તે વર્ક આઉટ કરતા જોવા મળે છે. દબંગ 3 સાથે સુદીપ બોલીવૂડમાં ડેબ્યૂ કરી રહ્યો છે. સલમાન સ્ટારર દબંગ 3 પ્રભુદેવા ડિરેક્ટ કરી રહ્યા છે જે 20 ડિસેમ્બર 2020ના દિવસે રિલીઝ થશે.