નૂપુરે ૨૦૨૪માં આ બ્રૅન્ડ શરૂ કરી હતી. આ બ્રૅન્ડ દાવો કરે છે કે એના ડ્રેસમાં હાઈ ક્વૉલિટી ફૅબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે
ક્રિતી સૅનનની નાની બહેન નૂપુર સૅનન
ક્રિતી સૅનનની નાની બહેન નૂપુર સૅનન પોતાની Label Nobo નામની ક્લૉધિંગ બ્રૅન્ડ ચલાવે છે. તેની વેબસાઇટ પર ૭૦૦૦થી લઈને ૨૭,૦૦૦ રૂપિયા સુધીનાં કપડાં છે. જોકે આ બ્રૅન્ડ મોંઘાં ભાવે કપડાં વેચવાને કારણે ટ્રોલ થઈ રહી છે. સોશ્યલ મીડિયા પર યુઝર્સનું કહેવું છે કે સાવ બેઝિક કપડાં અત્યંત મોંઘાં ભાવે વેચાઈ રહ્યાં છે અને એની ગુણવત્તા પણ નથી. આ રીતે લોકોને લૂંટવામાં આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું છે કે નૂપુર તેની બહેનના નામે આટલાં મોંઘાં કપડાં વેચીને લૂંટ ચલાવી રહી છે અને એની લાસ્ટ પ્રાઇસ ૭૫૦ રૂપિયા હોવી જોઈએ.
નૂપુરે ૨૦૨૪માં આ બ્રૅન્ડ શરૂ કરી હતી. આ બ્રૅન્ડ દાવો કરે છે કે એના ડ્રેસમાં હાઈ ક્વૉલિટી ફૅબ્રિકનો ઉપયોગ કરવામાં આવે છે. આ બ્રૅન્ડનો ક્રિતી સૅનન, ઉર્ફી જાવેદ, નૂપુર સૅનન અને સંજના સંઘી પ્રચાર કરે છે.


