તેની ફેવરિટ કો-ઍક્ટર વિદ્યા બાલન છે જેની સાથે તે ‘ભૂલભુલૈયા 3’માં કામ કરી રહ્યો છે
કાર્તિક આર્યન
કાર્તિક આર્યને હાલમાં જણાવ્યું છે કે તેની ફેવરિટ કો-ઍક્ટર કોણ છે. તેને પૂછવામાં આવ્યું હતું કે સારા અલી ખાન અને કિયારા અડવાણીમાંથી કોણ તેની ફેવરિટ કો-ઍક્ટર છે. કાર્તિકે ‘લવ આજ કલ 2’માં સારા સાથે કામ કર્યું હતું તો કિયારા સાથે તેણે ‘ભૂલભુલૈયા 2’ અને ‘સત્યપ્રેમ કી કથા’માં કામ કર્યું હતું. જોકે આ બન્નેમાંથી કોઈ પણ તેની મનપસંદ કો-ઍક્ટર નથી. તેને આ બન્નેમાંથી ફેવરિટ કો-ઍક્ટર વિશે પૂછવામાં આવતાં કાર્તિક કહે છે, ‘યાર આપ તો ફંસા રહે હો, મૈં કૈસે જવાબ દુંગા. બન્ને ઍક્ટ્રેસ શાનદાર છે અને સારું કામ કરે છે.’
જોકે તેની ફેવરિટ કો-ઍક્ટર વિદ્યા બાલન છે જેની સાથે તે ‘ભૂલભુલૈયા 3’માં કામ કરી રહ્યો છે. એ વિશે કાર્તિક કહે છે, ‘મારી ફેવરિટ કો-ઍક્ટર તરીકે હું વિદ્યા બાલનનું નામ લેવા માગીશ. તેમની સાથે કામ કરવાની ખૂબ મજા આવી છે.’

