Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘સિંઘમ અગેઇન’માં સિમ્બા દેખાશે, સૂર્યવંશી નહીં

‘સિંઘમ અગેઇન’માં સિમ્બા દેખાશે, સૂર્યવંશી નહીં

18 January, 2023 04:08 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

રોહિતે હાલમાં જાહેરાત કરી હતી કે દીપિકા પાદુકોણ પણ આ યુનિવર્સમાં લેડી સિંઘમ તરીકે એન્ટ્રી કરશે

રણવીર સિંહ

રણવીર સિંહ


અજય દેવગનની ‘સિંઘમ અગેઇન’માં રણવીર સિંહ જોવા મળશે, પરંતુ અક્ષયકુમાર જોવા નહીં મળે. રોહિત શેટ્ટી તેની પોલીસ યુનિવર્સને આગળ વધારી રહ્યો છે. રોહિતે હાલમાં જાહેરાત કરી હતી કે દીપિકા પાદુકોણ પણ આ યુનિવર્સમાં લેડી સિંઘમ તરીકે એન્ટ્રી કરશે. દીપિકા સાથે હવે આ સિરીઝમાં સિમ્બા એટલે કે તેનો પતિ રણવીર સિંહ પણ ફરી જોવા મળશે. અક્ષયક કેમ જોવા નહીં મળે એ વિશે કોઈ માહિતી જાહેર કરવામાં નથી આવી, પરંતુ સ્ક્રિપ્ટની ડિમાન્ડ ન હોવાથી તે જોવા નહીં મળે એવું લાગી રહ્યું છે. આ ફિલ્મની સ્ક્રિપ્ટના પહેલા ડ્રાફ્ટમાં અક્ષયનો સમાવેશ નથી કરવામાં આવ્યો. જોકે રોહિત ઇચ્છશે તો સ્ક્રિપ્ટના ફાઇનલ ડ્રાફ્ટમાં તેનો કોઈ ને કોઈ રીતે સમાવેશ કરશે એવું પણ બની શકે છે. જોકે છેલ્લે કોઈ ઑપ્શન ન હોય તો રોહિત ક્રેડિટ સીનમાં પણ તેનો સમાવેશ કરી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

18 January, 2023 04:08 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK