Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ફુલટાઇમ સિંગર બનવું છે રણવીર સિંહને

ફુલટાઇમ સિંગર બનવું છે રણવીર સિંહને

15 December, 2022 05:01 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તેની ‘સર્કસ’ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે.

રણવીર સિંહ

રણવીર સિંહ


રણવીર સિંહને હવે ફુલટાઇમ સિંગર બનવું છે. ઍક્ટિંગમાં તો તે શાનદાર છે જ, હવે તેને ગાયક બનીને લોકોને મોહિત કરવા છે. તેની ‘સર્કસ’ ૨૩ ડિસેમ્બરે રિલીઝ થવાની છે. તે હાલમાં જ આ ફિલ્મને પ્રમોટ કરવા માટે ઝીટીવી પર આવતા સિન્ગિંગ રિયલિટી શો ‘સા રે ગા મા પા લિટલ ચૅમ્પ્સ’માં પહોંચ્યો હતો. તેની સાથે આ શોમાં રોહિત શેટ્ટી, પૂજા હેગડે અને વરુણ શર્મા પણ હાજર હતાં. આ શો દર શનિવારે અને રવિવારે રાતે ૯ વાગ્યે ટેલિકાસ્ટ કરવામાં આવે છે. શોમાં કૉન્ટેસ્ટન્ટ્સની સિન્ગિંગ ટૅલન્ટ જોઈને રણવીર પ્રભાવિત થયો હતો. એ વિશે રણવીરે કહ્યું કે ‘આજે આ શોમાં આવીને હું ખૂબ પ્રેરિત થયો છું ને મેં હવે નક્કી કર્યું છે કે હું હવે સિન્ગિંગમાં કરીઅર બનાવવા પર ધ્યાન આપીશ. એક દિવસ પણ હું પણ સરસ રીતે ગીત ગાઈશ.’


Whatsapp-channel Whatsapp-channel

15 December, 2022 05:01 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK