Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ‘સિંઘમ અગેઇન’ની સ્ક્રિપ્ટ ફાયર છે : અજય દેવગન

‘સિંઘમ અગેઇન’ની સ્ક્રિપ્ટ ફાયર છે : અજય દેવગન

03 January, 2023 03:16 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પહેલી ‘સિંઘમ’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી

રોહિત શેટ્ટી અને અજય દેવગન

રોહિત શેટ્ટી અને અજય દેવગન


અજય દેવગનને ‘સિંઘમ અગેઇન’ની સ્ક્રિપ્ટ ફાયર લાગી છે. તાજેતરમાં જ તેણે એનું નરેશન સાંભળ્યું હતું. રોહિત શેટ્ટીની આ ફ્રૅન્ચાઇઝીને અજય દેવગન આગળ લઈ જઈ રહ્યો છે. પહેલી ‘સિંઘમ’ ૨૦૧૧માં રિલીઝ થઈ હતી. ત્યાર બાદ એની સીક્વલ ‘સિંઘમ રિટર્ન્સ’ ૨૦૧૪માં આવી હતી. હવે એના આગામી પાર્ટ માટે તેઓ તૈયારી કરી રહ્યા છે. રોહિત સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અજય દેવગને કૅપ્શન આપી હતી, ‘નવા વર્ષની નવી શરૂઆત રોહિત શેટ્ટીના ‘સિંઘમ અગેઇન’ના નરેશન સાથે કરી હતી. એની સ્ક્રિપ્ટ ફાયર છે. ભગવાનની કૃપાથી આ અમારી ૧૧મી બ્લૉકબસ્ટર બનશે.’

એના પર કમેન્ટ કરતાં રોહિત શેટ્ટીએ લખ્યું કે ‘અત્યાર સુધી મહેનત અને પ્રામાણિકતાથી કામ કર્યું છે. આ વખતે એમાં આગ પણ છે.’


Whatsapp-channel Whatsapp-channel

03 January, 2023 03:16 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK