ગુજરાત બહારથી પણ લોકો ઊમટ્યા હતા અને માતાજીનાં દર્શન કરીને મેળામાં મહાલ્યા હતા
રવેચી માતાજીનું યાત્રાધામ
કચ્છના વાગડ વિસ્તારમાં રાપર તાલુકાના રવ ગામે આવેલા રવેચી માતાજીના મંદિરે ગઈ કાલે ભાતીગળ મેળાનું આયોજન થયું હતું. રવેચી માતાજીનું યાત્રાધામ આસ્થા અને શ્રદ્ધાનું મુકામ છે, જ્યાં રવેચી માતાજીનાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઊમટ્યા હતા અને માતાજીનાં દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. માતાજીના સ્થાનકે ભરાતા મેળામાં કચ્છ ઉપરાંત ગુજરાત અને ગુજરાત બહારથી પણ લોકો ઊમટ્યા હતા અને માતાજીનાં દર્શન કરીને મેળામાં મહાલ્યા હતા.
