Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > #NOSTALGIA : ૧૪ વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર આ અભિનેત્રીને ઓળખ્યા તમે?

#NOSTALGIA : ૧૪ વર્ષની ઉંમરે ડેબ્યૂ કરનાર આ અભિનેત્રીને ઓળખ્યા તમે?

31 May, 2023 02:31 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

રાજેશ ખન્ના સાથે તસવીરમાં દેખાતા આ અભિનેત્રીની અદાઓ છે મનમોહક

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય : ઇન્સ્ટાગ્રામ


બોલિવૂડ સેલિબ્રિટીઝના બાળપણના ફોટા કે જુના ફોટા સોશિયલ મીડિયા પર અવરનવાર વાયરલ થતાં રહે છે. પછી ફેન્સ તે તસવીરો જોઈને તુક્કો લગાવતા હોય છે કે, આ સેલિબ્રિટી કોણ છે! તાજેતરમાં એક પીઢ અભિનેત્રીના જવાનીના દિવસોની જુની તસવીર વાયરલ થઈ છે. બોલિવૂડના પ્રથમ સુપરસ્ટાર રાજેશ ખન્ના (Rajesh Khanna) સાથે ડાન્સ કોસ્ચ્યુમમાં જોવા મળેલી આ અભિનેત્રીને તમે ઓળખ્યા? નૃત્ય સાથે તેમનો જૂનો સંબંધ છે. તેમને પહેલી ફિલ્મ માત્ર ૧૪ વર્ષની ઉંમરે મળી હતી અને તે પણ તેમના ડાન્સના કારણે જ. હજી ઓળખાણ પડી કે નહીં!

અભિનેત્રીની આ તસવીર તો જુઓ…



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by bollywoodyaadein (@bollywoodyaadein)


જીતેન્દ્ર (Jeetendra)થી લઈને અમિતાભ બચ્ચન (Amitabh Bachchan) અને વિનોદ ખન્ના (Vinod Khanna)થી રાજેશ ખન્ના સુધી આ અભિનેત્રીએ દરેક સુપરસ્ટાર સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરી છે. પોતાની આગવી શૈલીમાં તેઓ બોલિવૂડમાં ઉભરી આવ્યા હતા. ફિલ્મો પછી આજે તેમની રાજકીય કારકિર્દી પણ સફળ સાબિત થઈ છે. શું હવે તમને ઓળખાણ પડી? જો નહીં, તો તમને જણાવી દઈએ કે, આ અભિનેત્રી બીજું કોઈ નહીં પણ જયા પ્રદા (Jaya Prada) છે. તેમની ઓળખ બોલિવૂડની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક તરીકે થાય છે.


આ પણ જુઓ – #NOSTALGIA : મનીષા કોઈરાલાની આ તસવીરો જોઈ કહેશો ‘નશા યે પ્યાર કા નશા હૈ’

જયા પ્રદા મૂળ આંધ્રપ્રદેશના છે અને તેમનું અસલી નામ લલિતા રાની છે. બાળપણથી જ ડાન્સનો શોખ ધરાવતા જયાએ ૧૪ વર્ષની ઉંમરે તેલુગુ ફિલ્મ `ભૂમિ કોસમ`માં ડાન્સ કર્યો હતો અને આ સાથે જ તેમણે ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું હતું. સાઉથમાં ઘણી ફિલ્મો કર્યા બાદ જયાએ વર્ષ ૧૯૭૯માં ફિલ્મ `સરગમ`થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ પછી તેમણે ‘ઓલાદ’, ‘સ્વર્ગ’, ‘તોહફા’, ‘ઘરાના’, ‘ઘર ઘર કી કહાની’, ‘નયા કદમ’ અને ‘આખરી રાસ્તા’ જેવી ઘણી સફળ ફિલ્મો આપી અને ૮૦ના દાયકામાં બોલિવૂડના સૌથી મોંઘી અભિનેત્રીઓમાંની એક બન્યા હતા.

#NOSTALGIA : આયેશા ઝુલ્કાની અદાઓ આજે પણ તમને કરશે ઘાયલ

ફિલ્મો પછી, જયાપ્રદાએ રાજકારણમાં પોતાનો હાથ અજમાવ્યો અને અહીં પણ તેઓ સફળ રહ્યાં. વર્ષ ૨૦૦૪માં તેમણે સમાજવાદી પાર્ટી (Samajwadi Party)ની ટિકિટ પર રામપુરથી ચૂંટણી લડી અને જીતીને સાંસદમાં પહોંચ્યા હતા. પરંતુ વર્ષ ૨૦૧૯માં જયા પ્રદા સપા છોડીને ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party)માં જોડાયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

31 May, 2023 02:31 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK