Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ભિવંડીમાં BJPના ૯ કૉર્પોરેટરોનો નોખો ચોકો, કૉન્ગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને સમર્થન આપ્યું

ભિવંડીમાં BJPના ૯ કૉર્પોરેટરોનો નોખો ચોકો, કૉન્ગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને સમર્થન આપ્યું

Published : 19 February, 2026 07:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મેયરપદ માટેના પોતાના જ ઉમેદવારને બદલી કાઢ્યો હતો

મેયરપદ માટે નવાં ઉમેદવાર સ્નેહ મેહુલ.

મેયરપદ માટે નવાં ઉમેદવાર સ્નેહ મેહુલ.


મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીને એક મહિનાથી વધુ સમય થઈ ગયો હોવા છતાં ભિવંડીના મેયરપદ માટે ખેંચતાણ ચાલુ જ છે. ભિવંડી-નિઝામપુર મ્યુનિસિપલ કૉર્પોરેશનના મેયરની ચૂંટણી પહેલાં BJPને મોટો ઝટકો લાગ્યો છે. એના બાવીસ કૉર્પોરેટરોમાંથી ૯ કૉર્પોરેટરોએ અલગ જૂથ બનાવીને કૉન્ગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધનને ટેકો આપ્યો છે. કૉન્ગ્રેસના એક કાર્યકર્તાએ બુધવારે જણાવ્યું હતું કે ભિવંડી સેક્યુલર ફ્રન્ટ (BSF)ના સમર્થનથી કૉન્ગ્રેસ-નેશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (SP) ગઠબંધન ૯૦માંથી ૪૬ સભ્યોના અડધા આંકડાને પાર કરી ગયું છે. BJPના ૯ કૉર્પોરેટરોએ લીધેલા કૉન્ગ્રેસને ટેકો આપવાના નિર્ણયને લીધે BJP અને શિવસેના વચ્ચે મતભેદ ઊભા થયા છે. 

ગઈ કાલે ભારતીય જનતા પાર્ટી (BJP)એ મેયરપદ માટેના પોતાના જ ઉમેદવારને બદલી કાઢ્યો હતો. અગાઉ BJPએ નારાયણ ચૌધરીનું નામ આગળ ધર્યું હતું, પણ બુધવારે BJPના ભિવંડી શહેરના અધ્યક્ષ રવિકાંત સાવંતે મેયરપદ માટે સ્નેહ મેહુલના નામની ઘોષણા કરી હતી. ૨૦ ફેબ્રુઆરીએ ભિવંડીના મેયરપદ માટે ચૂંટણી થશે ત્યાં સુધી હજુ પક્ષો વચ્ચે સમીકરણો બદલાયા કરવાનું અપેક્ષિત છે.


Whatsapp-channel Whatsapp-channel

19 February, 2026 07:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK