તેમને બીજી દીકરી આવી છે અને એનું નામ તેમણે કુદરત રાખ્યું છે અને વધુ સમાચાર
શાહીર શેખ અને રુચિકા કપૂર
શાહીર શેખ અને રુચિકા કપૂર ફરી પેરન્ટ બન્યા છે. તેમને બીજી દીકરી આવી છે અને એનું નામ તેમણે કુદરત રાખ્યું છે. તેમને પહેલાં પણ દીકરી જન્મી હતી અને તેનું નામ તેમણે અનાયા રાખ્યું હતું. રુચિકાએ તેમનો ફોટો શૅર કરીને ઇન્સ્ટાગ્રામ પર જાહેરાત કરી હતી. ફોટો શૅર કરીને રુચિકાએ ઇન્સ્ટાગ્રામ પર કૅપ્શન આપી હતી કે ‘લાઇફમાં સિસ્ટરથી વધુ મોટી વાત કોઈ જ નહીં. એની તોલે કંઈ નથી આવી શકતું. મારી બે દીકરીઓ અનાયા અને કુદરત.’
લવ ઍન્ડ લાફ્ટર
ADVERTISEMENT
મહેશ બાબુએ તેની પત્ની નમ્રતા શિરોડકર સાથેનો ફોટો શૅર કર્યો હતો. આ ફોટો શૅર કરીને તેણે ન્યુ યર વિશ માગી હતી. આ ફોટોમાં મહેશ બાબુ તેની પત્નીને પ્રેમથી કિસ કરતો જોવા મળી રહ્યો છે. તેમણે તેમનાં બાળકો સાથે દુબઈમાં ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. આ ફોટોમાં મહેશ બાબુ ટી-શર્ટ અને પાયજામામાં જોવા મળી રહ્યો છે અને નમ્રતા બ્લૅક ટી-શર્ટ અને જૉગર્સમાં દેખાઈ રહી છે. આ ફોટો શૅર કરીને મહેશ બાબુએ કૅપ્શન આપી હતી કે ‘સ્પૉન્ટેનિટી. લાફ્ટર. પ્રેમ. ઍડ્વેન્ચર. ગ્રોથ. હૅપી ન્યુ યર.’
છોટી સી આશા

સમન્થા રૂથ પ્રભુએ તેનો ફોટો શૅર કરીને તેની એક નાનકડી ઇચ્છા વ્યક્ત કરી છે. તેણે ન્યુ યરની સાથે નવી શરૂઆત થાય એવી આશા વ્યક્ત કરી છે. દરેક વ્યક્તિની જેમ સમન્થા પણ ન્યુ યરને સેલિબ્રેટ કરી રહી હતી. તેણે આ સેલિબ્રેશન દરમ્યાનના ઘણા ફોટો શૅર કર્યા છે. એક ફોટોમાં તેની પાછળ ફાયરવર્ક્સ દેખાઈ રહ્યા છે અને એક ફોટોમાં સ્કાયલાઇનની પાસેથી સૂરજ નીકળતો જોવા મળી રહ્યો છે. આ ફોટો શૅર કરતાંની સાથે સમન્થાએ કૅપ્શન આપી હતી કે ‘સૂરજના નવા કિરણની સાથે લાખો મિરૅકલ થાય અને આપણે નવી શરૂઆત કરીએ. તેમ જ આપણી આસપાસ હંમેશાં ઍન્જલ્સ રહે. હૅપી ન્યુ યર.’


