કરીના રાતે તેના હસબન્ડ સૈફ અલી ખાન સાથે ડિનર પર જઈ રહી હતી
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાનને રાતે એક ફૅને તેને સ્પર્શ કરવા દેવાની માગણી કરી હતી. કરીના રાતે તેના હસબન્ડ સૈફ અલી ખાન સાથે ડિનર પર જઈ રહી હતી. તે જ્યારે કારમાંથી નીકળી તો રસ્તા પર તે ફૅન તેની નજીક ધસી આવે છે અને કહેવા લાગે છે કે એક બાર હાથ લગાને દો. કરીનાનો સિક્યૉરિટી તેને અટકાવે છે. કરીના ચુપચાપ ત્યાંથી ચાલી જાય છે અને રેસ્ટોરાંની અંદર જાય છે. જોકે બાદમાં કરીના તે ફૅનને નમ્રતાથી હાથ હલાવીને બાય-બાય કહે છે. આ વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. એ જોયા બાદ લોકો વિવિધ મંતવ્યો વ્યક્ત કરે છે. સોશ્યલ મીડિયા યુઝરે લખ્યું કે ‘કોઈ પણ સામાન્ય હોત તો પણ હાથ ન મિલાવત, કારણ કે આજકાલ લોકોનો ભરોસો ન કરી શકાય. એમાં તેની ભૂલ નથી. આ એક સામાન્ય વસ્તુ છે.’


