હવે તે ફરીથી આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા પાર્ટમાં દેખાય એવી ચર્ચા ચાલી રહી છે. જોકે કરીના કે મેકર્સ તરફથી હજી સુધી આને વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી
કરીના કપૂર ખાન
‘સિંઘમ અગેઇન’માં કરીના કપૂર ખાન દેખાશે એવી શક્યતા છે. ૨૦૧૪માં આવેલી ‘સિંઘમ રિટર્ન્સ’માં અજય દેવગન સાથે કરીના દેખાઈ હતી. હવે તે ફરીથી આ ફ્રૅન્ચાઇઝીના ત્રીજા પાર્ટમાં દેખાય એવી ચર્ચા ચાલી રહી છે. જોકે કરીના કે મેકર્સ તરફથી હજી સુધી આને વિશે કોઈ સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી. કરીના આ ત્રીજા પાર્ટમાં અવનિ કામતના રોલમાં કાં તો એકદમ અલગ રોલમાં દેખાશે. તેના રોલ વિશે હજી સુધી માહિતી નથી મળી. આ વર્ષના અંતે ફિલ્મનું શૂટિંગ શરૂ કરવામાં આવશે. ગયા વર્ષે ડિરેક્ટર રોહિત શેટ્ટીએ જણાવ્યું કે તેની ‘સિંઘમ અગેઇન’માં દીપિકા પાદુકોણ લેડી સિંઘમ તરીકે દેખાશે. અજય દેવગન આ બન્ને લેડી સિંઘમ સાથે દેખાશે.


