કરીના હાલમાં ‘ધ ક્રૂ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. મમ્મી બન્યા બાદ જવાબદારીઓ વધી ગઈ છે એ વિશે કરીનાએ કહ્યું કે ‘મને બધી વસ્તુઓ કરવી ગમે છે. હું 24/7 મમ્મી છું.`
કરીના કપૂર ખાન
કરીના કપૂર ખાન પોતાને ૭૦ ટકા મમ્મી અને ૩૦ ટકા ઍક્ટર જણાવે છે. સૈફ અલી ખાન સાથે લગ્ન બાદ તેને તૈમુર અને જેહ નામના બે દીકરાઓ છે. તે ફિલ્મોમાં પણ સક્રિય છે. તેનાં બાળકોને કૅમેરામાં કેદ કરવા માટે તેઓ આતુર હોય છે. એને લઈને કરીનાને પૂછવામાં આવ્યું હતું કે શું એક મમ્મી તરીકે તેને આ વસ્તુનો ડર લાગે છે? એનો જવાબ આપતાં કરીનાએ કહ્યું કે ‘એ વાતને લઈને અમે સ્વતંત્ર છીએ. સૈફ અને હું પેરન્ટ્સ તરીકે કાંઈ છુપાવતાં નથી. મારાં બાળકોના ફોટોગ્રાફ લેવામાં આવે છે. અમારું માનવું છે કે જો અમે માન આપીશું તો અમને પણ માન મળશે. એ વસ્તુ હું પૂછી ન શકું ન તો એની ભીખ માગી શકું. મારી આસપાસના લોકો સાથે જો હું સમાન વર્તન કરીશ તો તેઓ અમારી પ્રાઇવસીનું પણ ધ્યાન રાખશે. ખરું કહું તો એ સાર્થક પણ થાય છે.’
કરીના હાલમાં ‘ધ ક્રૂ’ના શૂટિંગમાં વ્યસ્ત છે. મમ્મી બન્યા બાદ જવાબદારીઓ વધી ગઈ છે એ વિશે કરીનાએ કહ્યું કે ‘મને બધી વસ્તુઓ કરવી ગમે છે. હું 24/7 મમ્મી છું. ઍક્ટર કરતાં મારી લાઇફમાં મમ્મી બની રહેવું વધારે ગમશે. હું એમ કહી શકું છું કે આજે હું ૭૦ ટકા મમ્મી અને ૩૦ ટકા ઍક્ટર છું. મને પણ કેટલીક વસ્તુઓ કરવી ગમે છે, જેમ કે બાળકોમાં પુસ્તકો વાંચવાની સજાગતા લાવવી એ વિષય પર ચર્ચા કરવી.’


