નિર્માતાઓએ પણ ફિલ્મનું શીર્ષક બદલવાની ખાતરી આપી હતી. હવે નેટફ્લિક્સે ફરી ફિલ્મનું ટ્રેલર રજૂ કર્યું છે અને ફિલ્મનું નવું નામ ‘ગજબ રાત’ રાખવામાં આવ્યું છે. ‘ગજબ રાત’ મલ્ટિસ્ટારર ફિલ્મ છે.
મનોજ બાજપેયીની નવી મૂવી
આ વર્ષની શરૂઆતમાં નેટફ્લિક્સે મનોજ બાજપેયીને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી ‘ઘૂસખોર પંડત’ નામની ફિલ્મની જાહેરાત કરી હતી. જોકે ફિલ્મના શીર્ષકને લઈને વિવાદ ઊભો થયો હતો. ફિલ્મના નિર્માતાઓ અને નેટફ્લિક્સ સામે પોલીસ-ફરિયાદ નોંધાવવામાં આવી હતી એટલું જ નહીં, ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરતી રિટ પિટિશન પણ દિલ્હી હાઈ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. ત્યાર બાદ ફિલ્મના તમામ પ્રમોશનલ કન્ટેન્ટને સોશ્યલ મીડિયા પરથી હટાવી દેવામાં આવ્યું હતું. નિર્માતાઓએ પણ ફિલ્મનું શીર્ષક બદલવાની ખાતરી આપી હતી. હવે નેટફ્લિક્સે ફરી ફિલ્મનું ટ્રેલર રજૂ કર્યું છે અને ફિલ્મનું નવું નામ ‘ગજબ રાત’ રાખવામાં આવ્યું છે. ‘ગજબ રાત’ મલ્ટિસ્ટારર ફિલ્મ છે. એમાં દિવ્યા દત્તા, અક્ષય ઑબેરૉય, સાકિબ સલીમ અને નુશરત ભરૂચા પણ મહત્ત્વની ભૂમિકામાં છે. ‘ગજબ રાત’નું પ્રીમિયર ૨૩ ઑક્ટોબરે નેટફ્લિક્સ પર થશે.
