Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જયપુરની ગલીઓમાં ફરતી જોવા મળી નર્ગિસ ફખરી

જયપુરની ગલીઓમાં ફરતી જોવા મળી નર્ગિસ ફખરી

Published : 04 July, 2026 05:28 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ખાસ વાત તો એ છે કે નર્ગિસે જયપુરની સુંદરતાને ગ્લૅમર કે લક્ઝરીના દૃષ્ટિકોણથી નહીં પણ સામાન્ય લોકોનાં જીવન, સંસ્કૃતિ અને વારસા દ્વારા રજૂ કરી છે.

જયપુરની ગલીઓમાં ફરતી જોવા મળી નર્ગિસ ફખરી

જયપુરની ગલીઓમાં ફરતી જોવા મળી નર્ગિસ ફખરી


નર્ગિસ ફખરીએ સોશ્યલ મીડિયામાં તેના જયપુર પ્રવાસની ઝલક દર્શાવતો વિડિયો પોસ્ટ કર્યો છે જે લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે. ખાસ વાત તો એ છે કે નર્ગિસે જયપુરની સુંદરતાને ગ્લૅમર કે લક્ઝરીના દૃષ્ટિકોણથી નહીં પણ સામાન્ય લોકોનાં જીવન, સંસ્કૃતિ અને વારસા દ્વારા રજૂ કરી છે. આ વિડિયો સાથે તેણે લખ્યું છે, ‘જયપુરને સુંદર દેખાવા માટે કોઈ ફિલ્ટરની જરૂર નહોતી... અને મને પણ નહોતી.’
નર્ગિસના આ વિડિયોમાં જયપુરની ગુલાબી ઇમારતો, ઐતિહાસિક વારસા, રંગબેરંગી બજારો અને વ્યસ્ત ગલીઓનાં દૃશ્યો જોવા મળે છે. વિડિયોમાં હવા મહલની આસપાસની ચહલપહલ, જૂના શહેરની પરંપરાગત સ્થાપત્યકલા અને સ્થાનિક જીવનની ઝલક વિડિયોને અલગ ઓળખ આપે છે અને એમાં નર્ગિસ એક સામાન્ય પ્રવાસી તરીકે ટી-સ્ટૉલ પર ચાની મજા માણતી, પેડલ-રિક્ષામાં ફરતી તેમજ કઠપૂતળી શોનો આનંદ માણતી જોવા મળે છે.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 05:28 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK