Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > એનર્જી ડ્રિન્કની ૬ બ્રૅન્ડ્સને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ શોકૉઝ નોટિસ

એનર્જી ડ્રિન્કની ૬ બ્રૅન્ડ્સને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ શોકૉઝ નોટિસ

Published : 04 July, 2026 01:18 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્કૂલથી ૫૦૦ મીટરના પરિઘમાં એનર્જી ડ્રિન્ક સ્ટિંગ નહીં વેચી શકાય, બાળકો માટે સેફ ન હોવાનું લેબલ પર દર્શાવ્યું હોવા છતાં સ્કૂલોની આસપાસ થાય છે ધૂમ વેચાણ, પ્રશાસન ઊંઘતું ઝડપાયું

ગઈ કાલે વિધાનભવનની બહાર એનર્જી ડ્રિન્ક સ્ટિંગની બૉટલ મીડિયાને દેખાડતા વિધાનસભ્ય વિક્રમ પાચપુતે

ગઈ કાલે વિધાનભવનની બહાર એનર્જી ડ્રિન્ક સ્ટિંગની બૉટલ મીડિયાને દેખાડતા વિધાનસભ્ય વિક્રમ પાચપુતે


ફૂડ સેફ્ટી ઍન્ડ સ્ટાન્ડર્ડ્‍સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (FSSAI)એ એનર્જી ડ્રિન્ક બનાવતી કંપનીઓ દ્વારા કરવામાં આવતા ભ્રામક દાવાઓની નોંધ લઈને રેડ બુલ, પેપ્સિકોની ઍડ્રનલિન રશ, મૉન્સ્ટર, સ્ટિંગ એનર્જી, હેલ અને કૅમ્પા ગોલ્ડ બૂસ્ટ જેવી મોટી કંપનીઓને શોકૉઝ નોટિસ મોકલી છે. FSSAIએ એમની પ્રોડક્ટ્સ પર એનર્જી ડ્રિન્ક શબ્દ લખવા બાબતે અને લોકોને ગેરમાર્ગે દોરવા બદલ આ કાર્યવાહી કરી છે. આ બ્રૅન્ડ્સ મૅન્યુફૅક્ચરિંગ બ્રૅન્ડિંગ અને લેબલિંગ પર એનર્જી ડ્રિન્ક જેવા શબ્દોનો ઉપયોગ કરે છે.

સ્કૂલથી ૫૦૦ મીટરના પરિઘમાં એનર્જી ડ્રિન્ક સ્ટિંગ નહીં વેચી શકાય: બાળકો માટે સેફ ન હોવાનું લેબલ પર દર્શાવ્યું હોવા છતાં સ્કૂલોની આસપાસ થાય છે ધૂમ વેચાણ, પ્રશાસન ઊંઘતું ઝડપાયું



સ્ટિંગ એનર્જી ડ્રિન્ક વેચાણ માટેના નિયમોમાં બંધબેસતું હોવા છતાં એની આદત લાગે છે અને એ બાળકો તથા ગર્ભવતી મહિલાઓ માટે પીવા યોગ્ય ન હોવાનું એના લેબલ પર પણ લખ્યું છે એથી નાનાં બાળકોને એ વેચાય નહીં, દારૂ કરતાં પણ સ્ટિંગ એનર્જી ડ્રિન્ક તેમના માટે વધુ જોખમી બની શકે છે એવી માહિતી શ્રીગોંદાના ભારતીય જનતા પાર્ટી (BJP)ના વિધાનસભ્ય વિક્રમ પાચપુતેએ વિધાનસભામાં આપી હતી. આ રજૂઆત બાદ ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશન (FDA) મિનિસ્ટર નરહરિ ઝિરવળે કહ્યું હતું કે સ્ટિંગ સ્કૂલના પરિસરમાં વેચાય છે એ અમે કબૂલ કરીએ છીએ. આ મામલાની ગંભીરતા પારખીને આ એનર્જી ડ્રિન્ક સ્કૂલથી ૫૦૦ મીટરના વિસ્તારમાં ન વેચી શકાય એ માટે બંધી મૂકવાની જાહેરાત નરહરિ ઝિરવળે વિધાનસભામાં કરી હતી.
નરહરિ ઝિરવળે કહ્યું હતું કે ફૂડ ઍન્ડ ડ્રગ ઍડ્‌મિનિસ્ટ્રેશનને પ્રતિબંધ લાગુ કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે અને સ્કૂલોને એનર્જી ડ્રિન્ક સાથે જોડાયેલાં સ્વાસ્થ્યનાં જોખમો વિશે અવેરનેસ પ્રોગ્રામ યોજવા કહેવામાં આવ્યું છે.


તુકારામ મુંઢે પણ વિધાનસભામાં હાજર રહ્યા

હાલ FDA કમિશનર તુકારામ મુંઢેની દોરવણી હેઠળ ડિપાર્ટમેન્ટ દ્વારા અનેક હોટેલો, દુકાનો અને ગોડાઉન પર છાપા મારીને ખાવા-પીવાની વસ્તુઓમાં નિયમોનો ભંગ થતો જણાય તો કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એમાં મુંબઈની કેટલીક જાણીતી હોટેલોનાં લાઇસન્સ પણ રદ કરવામાં આવ્યાં છે. ગઈ કાલે FDAની મૅટર હોવાથી FDA કમિશનર તુકારામ મુંઢે પણ વિધાનસભામાં હાજર રહ્યા હતા. 


નિયમ પ્રમાણે પ્રોડક્ટ પર એનર્જી ડ્રિન્ક ન લખી શકાય

તુકારામ મુંઢેએ ગઈ કાલે આ બાબતે સ્પષ્ટતા કરતાં કહ્યું હતું કે ‘બજારમાં જે કહેવાતાં એનર્જી ડ્રિન્ક્સ મળે છે એ કંપનીઓ દ્વારા એનર્જી ડ્રિન્ક શબ્દ વાપરી શકાતો નથી. FSSAIના નિયમ મુજબ કોઈ પણ પ્રોડક્ટ પર એનર્જી ડ્રિન્ક લખી શકાતું નથી. એવી દસથી ૧૨ કંપનીઓ છે. અમે એ કંપનીઓને ૩૦ જૂને નોટિસ પણ મોકલી છે. એમાં પેપ્સિકો, રેડ બુલ, સ્ટિંગ જેવી કંપનીઓ છે. એથી હવે પછી એનર્જી ડ્રિન્ક લખેલું જોવા નહીં મળે.’ 

Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 01:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK