Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ-મૅચ પહેલાં શ્રીલંકાના ચાર ખેલાડીઓ એકસાથે આઉટ

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી ટેસ્ટ-મૅચ પહેલાં શ્રીલંકાના ચાર ખેલાડીઓ એકસાથે આઉટ

Published : 04 July, 2026 04:26 PM | IST | Colombo
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ડાબોડી ફાસ્ટ બોલર વિશ્વા ફર્નાન્ડોને પીઠના નીચેના ભાગમાં દુખાવો હોવાથી તે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.

પથુમ નિસાન્કા, રમેશ મેન્ડિસ, લાહિરુ કુમારા અને વિશ્વા ફર્નાન્ડો

પથુમ નિસાન્કા, રમેશ મેન્ડિસ, લાહિરુ કુમારા અને વિશ્વા ફર્નાન્ડો


ગઈ કાલે વેસ્ટ ઇન્ડીઝ અને શ્રીલંકા વચ્ચે બે ટેસ્ટ-મૅચની સિરીઝની બીજી મૅચ શરૂ થઈ હતી. ૦-૧થી પાછળ ચાલી રહેલી મહેમાન શ્રીલંકાની ટીમને બીજી મૅચ પહેલાં મોટો ફટકો પડ્યો હતો. લાહિરુ કુમારા, વિશ્વા ફર્નાન્ડો, રમેશ મેન્ડિસ અને પથુમ નિસાન્કા ઇન્જરી અને બીમારીને કારણે રમવા માટે ઉપલબ્ધ નહોતા. શ્રીલંકાને માત્ર ૧૩ સભ્યોની સ્ક્વૉડમાંથી પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરવી પડી હતી. ઑલરાઉન્ડર પથુમ નિસાન્કા હાથના કાંડામાં સતત દુખાવાને કારણે બ્રિટનમાં સર્જરી કરાવવા ઊપડી ગયો હતો. ફાસ્ટ બોલર લાહિરુ કુમારા હૅમસ્ટ્રિંગ ઇન્જરીને કારણે રમી શકે એમ નહોતો. સ્પિન ઑલરાઉન્ડર રમેશ મેન્ડિસ બૅક્ટેરિયલ ચેપમાંથી હજી સ્વસ્થ થઈ રહ્યો છે. ડાબોડી ફાસ્ટ બોલર વિશ્વા ફર્નાન્ડોને પીઠના નીચેના ભાગમાં દુખાવો હોવાથી તે પસંદગી માટે ઉપલબ્ધ નહોતો.


Whatsapp-channel Whatsapp-channel

04 July, 2026 04:26 PM IST | Colombo | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK