નાના પાટેકરે રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં પાકિસ્તાની આક્રમણનો ભોગ બનેલા પરિવારોની મુલાકાત લીધી હતી
નાના પાટેકર પ્રભાવિતોની મુલાકાતે
નાના પાટેકરે સોમવારે પોતાના બિનસરકારી સંગઠન નિર્મલા ગજાનન ફાઉન્ડેશનના માધ્યમથી ભારતીય સેના સાથે મળીને રાજૌરી અને પૂંછ જિલ્લાઓના ૧૧૭ પરિવારોને ૪૨ લાખ રૂપિયા જેટલું દાન આપ્યું છે.
નાના પાટેકરે રાજૌરી અને પૂંછ જિલ્લાઓમાં પાકિસ્તાની આક્રમણનો ભોગ બનેલા પરિવારોની મુલાકાત લીધી હતી. આ પરિવારો ઑપરેશન સિંદૂર પછી સરહદ પારથી થયેલા ગોળીબારથી પ્રભાવિત થયા હતા. નાના પાટેકરની સંસ્થાએ તેમને રાહતસામગ્રીની સાથે-સાથે નાણાકીય મદદ પણ કરી છે. આ સિવાય નાના પાટેકરે પૂંછમાં થયેલા ગોળીબારમાં પોતાના પિતા અમરીક સિંહને ગુમાવનાર ૧૧ વર્ષની છોકરીના શિક્ષણનો ખર્ચ ઉપાડવાનું પણ વચન આપ્યું છે.


