ગુજરાત સરકારના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભાના ગૃહમાં રજૂ કર્યું ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાનું વિક્રમી બજેટ; ગયા વર્ષની સરખામણીએ ૩૭,૮૦૩ કરોડ રૂપિયા જેટલું વધુ છે આ બજેટ
ગુજરાત વિધાનસભામાં બજેટ રજૂ કરવા આવી રહેલા નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ અને તેમની ટીમ.
ગુજરાત સરકારના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ વિધાનસભાના ગૃહમાં રજૂ કર્યું ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાનું વિક્રમી બજેટ; ગયા વર્ષની સરખામણીએ ૩૭,૮૦૩ કરોડ રૂપિયા જેટલું વધુ છે આ બજેટ
ગુજરાત સરકારના નાણાપ્રધાન કનુભાઈ દેસાઈએ ગઈ કાલે ગુજરાત વિધાનસભાના ગૃહમાં સર્વગ્રાહી અને સર્વસમાવેશી અભિગમ સાથે ૪,૦૮,૦૫૩ કરોડ રૂપિયાનું વિક્રમી બજેટ રજૂ કર્યું હતું. ગયા વર્ષની સરખામણીએ આ બજેટ ૩૭,૮૦૩ કરોડ રૂપિયા જેટલું વધુ છે. બજેટમાં ગરીબ, યુવા, અન્નદાતા અને નારીશક્તિને વધુ સશક્ત બનાવવા માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે.
ADVERTISEMENT
ગાંધીનગર ખાતે આધુનિક ડિજિટલ સુવિધાઓ સાથેની નમો સેન્ટ્રલ લાઇબ્રેરીની સ્થાપના માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે.
કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૩૦ અને પ્રસ્તાવિત ઑલિમ્પિક્સ ૨૦૩૬ની તૈયારીના ભાગરૂપે વિશ્વસ્તરનું રમતગમતનું માળખું અને આધુનિક પરિવહન સુવિધાઓ ધરાવતું
ઑલિમ્પિક-રેડી સિટી અમદાવાદને બનાવવામાં આવશે. એ માટે ૧૨૭૮ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે.
સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવના વિકાસ માટે ૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં પૅરા હાઈ પર્ફોર્મન્સ સેન્ટરના નિર્માણ માટે ૧૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
વૈશ્વિક કક્ષાનું હૉકી સ્ટેડિયમ બનાવવા માટે ૯૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે.
આ વર્ષને પ્રવાસન વર્ષ જાહેર કરીને વધુ ને વધુ પ્રવાસન વિકસે એવું આયોજન કરવામાં આવ્યું છે.
પ્રવાસન અને યાત્રાધામોના સર્વાંગી વિકાસ, સંલગ્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને નાગરિક ઉડ્ડયન સુવિધાઓ માટે ૬૭૩૭ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
પ્રવાસીઓના અનુભવને વધુ બહેતર બનાવવા માટે રાજ્યના ૧૦૦૦
ટૂરિસ્ટ-ગાઇડને તાલીમ આપવામાં આવશે.
ગુજરાતની પ્રીમિયર વેડિંગ ડેસ્ટિનેશન તરીકે ઓળખ ઊભી કરવા માટે વેડ ઇન ગુજરાત કૅમ્પેન અને કૉન્ક્લેવ કરવામાં આવશે.
ગુજરાતમાં ૬ પ્રદેશોને ગ્રોથ-હબ તરીકે વિકસાવવા ઓળખ કરવામાં આવી છે. એમાં ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, સૌરાષ્ટ્રનો દરિયાકાંઠો, કચ્છ અને સુરતનો સમાવેશ થાય છે.
આ દરેક પ્રદેશ માટે ઇકૉનૉમિક માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. એના વિકાસ માટે ૬૬૦૦ કરોડથી વધુના ૮૦ પ્રોજેક્ટ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સુરત અને અમદાવાદ ખાતે કૅન્સર, કાર્ડિઍક-ન્યુરો કૅર અને યુરો-નેફ્રો કૅરની વિશિષ્ટ સારવાર ધરાવતી મલ્ટિ-સ્પેશ્યલિટી હૉસ્પિટલોના નિર્માણ માટે ૫૦૦ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
વિવિધ અફૉર્ડેબલ આવાસયોજનાઓ હેઠળ ૩ લાખથી વધુ મકાનો બાંધવા માટે ૪૨૭૨ કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે.
ગુજરાતમાં પ્રથમ ભૂગર્ભ
કૉપર–લીડ–ઝિન્ક ખાણ ધરાવતા અંબાજી કૉપર પ્રોજેક્ટ માટે ૬૦૦ કરોડથી વધુની જોગવાઈ કરવામાં આવી છે.
