Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Food fun and filmstar Food fun and filmstar
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > પ્રાર્થના કરો કે મુંજ્યા એક મોટી હિટ ફિલ્મ બનેઃ શર્વરી વાઘ

પ્રાર્થના કરો કે મુંજ્યા એક મોટી હિટ ફિલ્મ બનેઃ શર્વરી વાઘ

09 June, 2024 03:45 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Munjya: બોક્સ ઓફિસ પર મુંજ્યાની શાનદાર શરૂઆત વિશે શર્વરી વાઘે કહ્યું આ

શર્વરી વાઘ

શર્વરી વાઘ


હિન્દી ફિલ્મ ઉદ્યોગની સુંદર અને વેર્સટાઇલ સ્ટાર શર્વરી વાઘ (Sharvari Wagh) એ ફિલ્મ ‘મુંજ્યા’ (Munjya) સાથે વધુ એક હિટ ફિલ્મ આપી રહી છે. ‘મુંજ્યા’ આ ફિલ્મ, જે દિનેશ વિજન (Dinesh Vijan) ની હોરર કોમેડી વર્સનો ભાગ છે, તેણે ભારતમાં બોક્સ ઓફિસ (Munjya Box Office Collection) પર ૪.૨૧ કરોડ રુપિયાનું ઓપનિંગ કર્યું ચે. ત્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી શર્વરી વાઘની ઇચ્છા એવી છે કે, દર્શકો પ્રાર્થના કરે અને આ ફિલ્મ બોક્સ ઑફિસ પર એક મોટી હિટ સાબિત થાય.


ફિલ્મ ‘મુંજ્યા’ વિશે વાત કરતા મુખ્ય અભિનેત્રી શર્વરી વાઘ કહે છે કે, ‘ફિલ્મ ‘મુંજ્યા’ને બોક્સ ઓફિસ પર શાનદાર શરૂઆત કરતા જોઈને હું રોમાંચિત છું. અમે આ ફિલ્મ ખૂબ જ પ્રેમ, જોશ અને મહેનતથી બનાવી છે અને ત્યારથી હું પ્રાર્થના કરી રહી છું કે ‘મુંજ્યા’ મોટી હિટ બને. આ એક એવી ફિલ્મ છે જેણે મને મારી કારકિર્દીની શરૂઆતમાં જ કંઈક અલગ કરવાની પ્રેરણા આપી હતી અને હું મારા નિર્માતા દિનેશ વિજન અને દિગ્દર્શક આદિત્ય સરપોતદારનો આભાર માનું છું કે તેણે આ ભૂમિકા ભજવવા માટે મારા પર વિશ્વાસ કર્યો.’



ફિલ્મ ‘મુંજ્યા’માં `સરપ્રાઈઝ ફેક્ટર`ને કારણે અભિનેત્રી શર્વરી વાઘને સૌનો પ્રેમ મળ્યો છે! તેનું ગીત તારાસ પણ સુપરહિટ છે કારણ કે તે મ્યૂઝિક ચાર્ટમાં ટોચ પર છે.


યુવા અભિનેત્રીનું કહેવું છે કે, ‘ફિલ્મ ‘મુંજ્યા’માં સરપ્રાઈઝ ફેક્ટરના કારણે મને ઘણો પ્રેમ મળી રહ્યો છે. હું ખૂબ જ નમ્રતાથી કહી શકું છું કે મને જે પણ પ્રશંસા મળી રહી છે તે નિર્માતાઓની દૂરંદેશીને કારણે છે જેમણે આ ભૂમિકા ભજવવા માટે મારા પર વિશ્વાસ કર્યો! મારા માટે આ મોટું રહસ્ય જાહેર થતું અટકાવવું સહેલું ન હતું. ફક્ત મારા પરિવારને જ આ ખબર હતી અને મેં તેને ગુપ્ત રાખવાના શપથ લીધા હતા. તેથી, તે મારા અને મારા પરિવાર માટે ઉજવણીની મોટી ક્ષણ છે.’

‘ફિલ્મ ‘મુંજ્યા’ની નાયિકા તરીકે હોરર કોમેડી-વર્સનો ભાગ બનવું એ મારા માટે એક સ્વપ્ન સાકાર થવા જેવું છે. આ હોરર યૂનિવર્સને હિન્દી ફિલ્મ ઉદ્યોગની કેટલીક મહાન અગ્રણી મહિલાઓ દ્વારા શણગારવામાં આવી છે અને ‘મુંજ્યા’માં મારા અભિનય માટે સર્વસંમતિથી પ્રેમ મેળવવો એ ખરેખર એક અતિવાસ્તવ ક્ષણ છે. એવું લાગે છે કે મેં પરીક્ષા પાસ કરી છે.’, એમ શર્વરી વાઘર વધુમાં ઉમેર્યું હતું.


નોંધનીય છે કે, ફિલ્મ ‘મુંજ્યા’ એક હોરર-કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મનું નિર્દેશન આદિત્ય સરપોતદારે કર્યું છે. આ ફિલ્મ મેડૉક સુપરનેચરલ યુનિવર્સની ચોથી ફિલ્મ છે. જેમાં શર્વરી વાઘ, મોના સિંહ, અભય વર્મા અને સત્યરાજ અભિનિત છે. આ ફિલ્મ શુક્રવારે ૭ જૂને સિનેમાઘરોમાં આવી છે.

Whatsapp-channel Whatsapp-channel

09 June, 2024 03:45 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK