37 વર્ષીય અભિનેત્રીનો મોર્ફ કરેલ નગ્ન ફોટો (Morphed nude photo of actress) વાયરલ કરવા અને તેની સાથે બળાત્કારની ધમકી આપવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. મુંબઈની વર્સોવા પોલીસે આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે.
પ્રતીકાત્મક તસવીર
કી હાઇલાઇટ્સ
- અભિનેત્રીનો મોર્ફ ન્યુડ ફોટો વાયરલ કરી બળાત્કારની ધમકી
- મુંબઈની વર્સોવા પોલીસે નોંધી એફઆઈઆર
- અભિનેત્રીના માતા-પિતાને પણ વોટ્સએપ પર મળ્યા દિકરીના નગ્ન ફોટો
Morphed nude photo of actress : મુંબઈ શહેરમાં અભિનેત્રીને તેના મોર્ફ કરેલા ફોટો વાયરલ (Morphed nude photo of actress) કરીને બળાત્કારની ધમકી આપવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મુંબઈની વર્સોવા પોલીસે આ મામલામાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ FIR નોંધી છે. જેમાં 37 વર્ષીય અભિનેત્રીનો મોર્ફ કરેલ નગ્ન ફોટો વાયરલ કરવા અને તેની સાથે બળાત્કારની ધમકી આપવા બદલ એફઆઈઆર નોંધવામાં આવી છે. સૂત્રોએ જણાવ્યું કે મહિલા અભિનેત્રીએ પોલીસને આપેલા પોતાના નિવેદનમાં જણાવ્યું કે 27 ડિસેમ્બરની સાંજે જ્યારે તે કેફે શોપમાં હતી ત્યારે તેને તેના એક મિત્રનો ફોન આવ્યો. આમાં તેણે કહ્યું હતું કે કુલદીપ દ્વિવેદી નામના વ્યક્તિએ તેને તેનો (અભિનેત્રી) નગ્ન ફોટો મોકલ્યો હતો.




