બન્ને હિરોઇનોએ એક જ દિવસે રિલીઝ થઈ રહેલી તેમની ફિલ્મો માટે એકબીજાને શુભેચ્છા આપી
મૃણાલ ઠાકુર અને તૃપ્તિ ડિમરી
૧ ઑગસ્ટના દિવસે ‘સન ઑફ સરદાર 2’ અને ‘ધડક 2’ એમ બે મોટી ફિલ્મો રિલીઝ થવાની છે. ‘સન ઑફ સરદાર 2’માં અજય દેવગન અને મૃણાલ ઠાકુર છે. આ એક કૉમેડી ફૅમિલી એન્ટરટેઇનર છે. ‘ધડક 2’માં સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરી છે અને આ એક રોમૅન્ટિક ડ્રામા છે. હવે ફિલ્મની રિલીઝને ગણતરીના કલાકો રહ્યા છે ત્યારે મંગળવારે મૃણાલે સોશ્યલ મીડિયા પર ‘ધડક 2’ની પોસ્ટ શૅર કરીને એની ટીમને શુભેચ્છા આપી હતી અને લખ્યું હતું કે ‘રિલીઝ-વીક છે અને ઉત્સાહ અદ્ભુત છે. #TeamSOS2 અને #TeamDhadak2 માટે અદ્ભુત ક્ષણ. સિદ્ધાંત ચતુર્વેદી, તૃપ્તિ ડિમરી અને ‘ધડક 2’ની આખી ટીમને ખૂબ શુભેચ્છાઓ. બે જબરદસ્ત રિલીઝને અને આપણને મળનારા પ્રેમને ચિયર્સ!’
મૃણાલની આ પોસ્ટના જવાબમાં તૃપ્તિએ પણ લખ્યું કે ‘તમને અને ટીમને રિલીઝ માટે શુભેચ્છાઓ. આપણી બન્ને ફિલ્મોને પ્રેમ મળે એવી શુભકામનાઓ.’


