Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કલકત્તામાં મિથુનની હાથની નાની સર્જરી થઈ, હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચ્યા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન

કલકત્તામાં મિથુનની હાથની નાની સર્જરી થઈ, હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચ્યા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન

Published : 08 August, 2026 05:02 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ઍક્ટર અને રાજકારણી મિથુન ચક્રવર્તી હાથની નાની સર્જરી માટે કલકત્તાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને ગુરુવારે તેમની સર્જરી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે મિથુન સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે.

કલકત્તામાં મિથુનની હાથની નાની સર્જરી થઈ, હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચ્યા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન

કલકત્તામાં મિથુનની હાથની નાની સર્જરી થઈ, હૉસ્પિટલમાં ખબર કાઢવા પહોંચ્યા પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન


ઍક્ટર અને રાજકારણી મિથુન ચક્રવર્તી હાથની નાની સર્જરી માટે કલકત્તાની એક ખાનગી હૉસ્પિટલમાં દાખલ થયા હતા અને ગુરુવારે તેમની સર્જરી કરવામાં આવી હતી. મળતી માહિતી પ્રમાણે મિથુન સારવારને સારો પ્રતિસાદ આપી રહ્યા છે અને તેમની તબિયતમાં સતત સુધારો થઈ રહ્યો છે. ગઈ કાલે પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સુવેન્દુ અધિકારીએ હૉસ્પિટલ પહોંચીને મિથુન ચક્રવર્તીની મુલાકાત લીધી હતી. મુખ્ય પ્રધાને મિથુન ચક્રવર્તીની સારવાર કરી રહેલા ડૉક્ટરો સાથે પણ મુલાકાત કરી હતી અને તેમના સ્વાસ્થ્ય અંગે માહિતી મેળવી હતી. રિપોર્ટ મુજબ મિથુન ચક્રવર્તી ઝડપથી સ્વસ્થ થઈ રહ્યા છે અને આગામી એક-બે દિવસમાં તેમને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવે એવી શક્યતા છે. જમણા હાથમાં એક જૂની ઈજાને પગલે નાખવામાં આવેલી મેટલ પ્લેટ કાઢવા માટેની આ સર્જરી હતી.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 05:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK