Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ગણેશોત્સવ દરમ્યાન મુંબઈથી કોકણ જવા માટે દોડશે વધારાની ૫૨૨૦ બસ

ગણેશોત્સવ દરમ્યાન મુંબઈથી કોકણ જવા માટે દોડશે વધારાની ૫૨૨૦ બસ

Published : 08 August, 2026 11:40 AM | Modified : 08 August, 2026 11:44 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થાય છે

શુક્રવારે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વધારાની બસોની જાહેરાત કરી હતી (ફાઇલ તસવીર)

શુક્રવારે મહારાષ્ટ્રના પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકે વધારાની બસોની જાહેરાત કરી હતી (ફાઇલ તસવીર)


મહારાષ્ટ્રના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરે શુક્રવારે જણાવ્યું હતું કે ગણેશોત્સવની ઉજવણી માટે હજારો મુંબઈગરાઓ કોકણ જતા હોય છે ત્યારે મહારાષ્ટ્ર સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કૉર્પોરેશન (MSRTC) દ્વારા વધારાની ૫૨૨૦ બસો દોડાવવામાં આવશે. ૭ સપ્ટેમ્બરથી પચીસ સપ્ટેમ્બર દરમ્યાન આ બસ-સર્વિસિસ દોડાવાશે જેનું બુકિંગ ૧૦ ઑગસ્ટથી શરૂ થશે. ઓછામાં ઓછા ૪૦ પ્રવાસીઓ માટે આ બુકિંગ-સર્વિસ શરૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વર્ષે ૧૪ સપ્ટેમ્બરથી ગણેશોત્સવ શરૂ થાય છે.

ઘાટકોપરમાં ફેરિયાઓ પર ફર્યું બુલડોઝર




ઘાટકોપરમાં સ્ટેશનની બહાર અતિક્રમણ કરેલા સ્ટૉલ્સ અને ફેરિયાઓ પર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC) દ્વારા બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. ગેરકાયદે રહેલા બધા જ સ્ટૉલ્સને અને ફેરિયાઓને હટાવી દેવામાં આવ્યા હતા. આ પહેલાં ૩૦ જૂને ઘાટકોપરના પંતનગરમાં સંત જ્ઞાનેશ્વર માર્ગ પર આવેલી ગેરકાયદે શૉપ્સ, લાઇબ્રેરી અને અન્ય દુકાનોને હટાવવામાં આવ્યાં હતાં. ઘાટકોપર-ઈસ્ટમાં આવેલી ફેમસ ખાઉગલી પર પણ હાલમાં જ BMC દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 11:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK