Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચી ભૂમિ પેડણેકર

આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચી ભૂમિ પેડણેકર

Published : 08 August, 2026 06:22 PM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

તાજેતરમાં ભૂમિએ સોશ્યલ મીડિયા પર આસામની પોતાની મુલાકાતની કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યાં હતાં, જેમાં પૂરનું પાણી ઘટી ગયા બાદ પણ અનેક ગામોના લોકો સામે રહેલી મુશ્કેલીઓ જોવા મળી રહી છે.

આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચી ભૂમિ પેડણેકર

આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં મદદ માટે પહોંચી ભૂમિ પેડણેકર


ઍક્ટ્રેસ ભૂમિ પેડણેકર આસામના પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહતકાર્યમાં જોડાઈ છે. તે ભારત ડિઝૅસ્ટર રિલીફ ફાઉન્ડેશન સાથે મળીને પૂરથી અસરગ્રસ્ત પરિવારો સુધી જરૂરી સામગ્રી પહોંચાડી રહી છે. તાજેતરમાં ભૂમિએ સોશ્યલ મીડિયા પર આસામની પોતાની મુલાકાતની કેટલીક તસવીરો અને વિડિયો શૅર કર્યાં હતાં, જેમાં પૂરનું પાણી ઘટી ગયા બાદ પણ અનેક ગામોના લોકો સામે રહેલી મુશ્કેલીઓ જોવા મળી રહી છે.
આ સંજોગોમાં ભૂમિએ એક વિડિયો ફરી શૅર કર્યો હતો જેમાં તે ઘૂંટણ સુધીના પાણીમાંથી પસાર થઈને એક ઘર સુધી પહોંચી રહી હતી અને ત્યાં રાહતસામગ્રી પહોંચાડી રહી હતી. આ વિડિયોની કૅપ્શનમાં લખવામાં આવ્યું હતું કે જ્યારે કરુણા સાથે મદદ જોડાય છે ત્યારે આશા વધુ લોકો સુધી પહોંચે છે.
આ પછી ભૂમિએ સ્થાનિક ગ્રામજનો સાથેની એક તસવીર પણ શૅર કરી હતી અને પૂર બાદ ચાલી રહેલા પુનર્વસન કાર્ય અંગે પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેણે લખ્યું હતું કે પૂરગ્રસ્ત દરેક ગામ આપણને યાદ અપાવે છે કે વરસાદ બંધ થાય ત્યારે નહીં પણ મદદ પહોંચે ત્યારે પુનઃપ્રાપ્તિની શરૂઆત થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

08 August, 2026 06:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK