° °

આજનું ઇ-પેપર
Friday, 24 September, 2021


‘મિમી’ રિવ્યુ: મિમીની ઇમોશનલ રાઇડ

28 July, 2021 11:16 AM IST | Mumbai | Harsh Desai

ઇમોશન્સથી કનેક્ટ કરવાની સાથે સિચુએશનલ કૉમેડી પણ છે : મનોજ પાહવા અને સુપ્રિયા પાઠકને વેડફી કાઢવામાં આવ્યાં, પરંતુ પંકજ ત્રિપાઠીએ એટલું જ સારું કામ કર્યું : ઍક્ટિંગ સારી કરી, પરંતુ રાજસ્થાની બોલીમાં માર ખાઈ ગઈ ક્રિતી

‘મિમી’નો એક સીન

‘મિમી’નો એક સીન

ફિલ્મીઃ મિમી

કાસ્ટ: ક્રિતી સૅનન, પંકજ ત્રિપાઠી, મનોજ પાહવા અને સુપ્રિયા પાઠક

ડિરેક્ટર: લક્ષ્મણ ઉટેકર

રિવ્યુ: ટાઇમ પાસ

પાઇરસી બહોત બુરી બલા હૈ. અને એને કારણે જ ‘મિમી’ની જલદી ડિલિવરી કરવામાં આવી છે. ક્રિતી સૅનન અને પંકજ ત્રિપાઠીની ‘મિમી’ને સોમવારે સાંજે રિલીઝ કરવામાં આવી હતી. ૩૦ જુલાઈએ રિલીઝ થનારી આ ફિલ્મ ઑનલાઇન લીક થઈ હોવાથી એને જલદી રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મને મરાઠી ફિલ્મ ‘માલા આઇ વ્હાયચી’ પરથી બનાવવામાં આવી છે. નેટફ્લિક્સ અને જિયો પર રિલીઝ થયેલી આ ફિલ્મની સ્ટોરી એક સરોગેટ મહિલાના જીવન  પર છે.

સ્ટોરી ટાઇમ

મિમીનું પાત્ર ભજવતી ક્રિતી સૅનન રાજસ્થાનના એક શહેરમાં ડાન્સર તરીકે કામ કરતી હોય છે. તેણે બૉલીવુડમાં જવું હોય છે. ફોટોશૂટ માટે તેને પૈસાની જરૂર હોય છે. આ દરમ્યાન તેની લાઇફમાં ભાનુ એટલે કે પંકજ ત્રિપાઠીની એન્ટ્રી થાય છે. ભાનુ એક અમેરિકન કપલનો ડ્રાઇવર હોય છે. આ અમેરિકન કપલ એક યુવાન ઇન્ડિયન મહિલાની શોધમાં હોય છે જે તેમને સરોગસી માટે મદદ કરી શકે. આ માટે તે એ મહિલાને ૨૦ લાખ રૂપિયા આપવા તૈયાર હોય છે. ભાનુ આ માટે મિમીને મનાવી લે છે અને કહે છે કે એક વર્ષ બાદ તું બૉલીવુડમાં જવાનું તારું સપનું પૂરું કરી શકે છે. આ માટે મિમી તૈયાર થઈ જાય છે. પ્રેગ્નન્સીના થોડા મહિના બાદ અમેરિકન કપલ આ બાળકને જન્મ આપવાની ના પાડે છે, પરંતુ ક્રિતીને અટૅચમેન્ટ થઈ ગયું હોવાથી તે જન્મ આપે છે અને સ્ટોરીમાં વળાંક આવે છે.

કૉમેડી કરતાં ઇમોશન્સ પર વધુ ફોકસ

ડિરેક્ટર લક્ષ્મણ ઉટેકરે આ ફિલ્મની સ્ટોરી રોશન શંકર સાથે મળીને લખી છે. બે કલાક અને ૧૩ મિનિટની આ ફિલ્મને ‘હંગામા 2’, ‘હે બેબી’ અને ‘હલચલ’ જેવી કૉમેડી બનાવવા કરતાં ઇમોશન્સ સાથે દર્શકોને કનેક્ટ કરવા પર વધુ ફોકસ કરવામાં આવ્યું છે. શરૂઆતમાં ફિલ્મ સિચુએશનલ કૉમેડી બની ગઈ હોય એવું લાગી રહ્યું હતું, પરંતુ ફિલ્મની કમાન ફરી સંભાળી લેવામાં આવી હતી અને એને ફરી પાટા પર લઈ આવવામાં આવી હતી. સ્ક્રીનપ્લેને થોડો વધુ ચુસ્ત કહો કે સ્ટ્રૉન્ગ બનાવવાની જરૂર હતી. સરોગસીની પ્રોસેસને લઈને ફિલ્મમાં સંપૂર્ણ માહિતી આપવામાં નથી આવી. ફિલ્મમાં એ વાતની છૂટછાટ લેવામાં આવી છે. મેસેજ કરતાં એક મહિલાની સ્ટોરી પર સંપૂર્ણ ફોકસ કરવામાં આવ્યું છે. તેમ જ કેટલાંક પાત્રો અધૂરાં લાગી રહ્યાં હતાં. મનોજ પાહવા અને સુપ્રિયા પાઠકનાં પાત્રો એકદમ જ નબળાં હતાં. જોકે સ્ટોરીને આમતેમ ભટકવા ન દેતા ઇમોશન્સ સાથે દર્શકોને બાંધી રાખવાની ભરપૂર કોશિશ કરવામાં આવી છે. જોકે એમ છતાં કેટલાંક દૃશ્યોમાં જરૂર પડ્યે સિચુએશનલ કૉમેડી પણ રાખવામાં આવી છે. ડાયલૉગ અને વન-લાઇનર્સ પણ સારાં છે ખાસ કરીને મિમીના ભાઈનાં.

મિમી અને ભાનુની જય

ક્રિતી સૅનને ધારવા કરતાં ખૂબ જ સારું કામ કર્યું છે. સુપ્રિયા પાઠક, મનોજ પાહવા, પંકજ ત્રિપાઠી અને સઈ તામ્હણકર જેવા ઍક્ટર્સ સામે પર્ફોર્મન્સ આપવો ખાવાના ખેલ નથી. તેણે મિમીની દરેક વાતને ખૂબ જ બારીકાઈથી સમજી હતી અને એ ઘણાં દૃશ્યમાં દેખાઈ પણ આવે છે. જોકે રાજસ્થાની બોલી તેના પર જચતી નથી. તે રાજસ્થાની હોય એવું એક પણ દૃશ્યમાં ફીલ નથી થતું. પંકજ ત્રિપાઠી હંમેશાંની જેમ તેના પાત્રમાં બેસ્ટ છે. ખાસ કરીને તે જ્યારે ફક્ત તેની ગરદનથી હલાવીને ઍક્ટિંગ કરે છે એ એકદમ હટકે હોય છે. એક દૃશ્યમાં તે ફક્ત ના પાડતો હોય છે, પરંતુ એ છતાં એમાં હસવું આવી જાય છે. અમેરિકન કપલ એવલિન એડ્વર્ડ્સ અને ઐડન વાયટોકે પણ સારું કામ કર્યું છે. જોકે મનોજ પાહવા અને સુપ્રિયા પાઠકને સંપૂર્ણ રીતે વેડફી કાઢવામાં આવ્યાં છે. તેમની પાસે રડવા સિવાય કોઈ કામ જ નથી.

મ્યુઝિક

કોઈ પણ ફિલ્મ માટે બૅકગ્રાઉન્ડ મ્યુઝિક ખૂબ જ જરૂરી હોય છે અને આ ફિલ્મમાં મ્યુઝિક એ. આર. રહમાને આપ્યું છે. ‘પરમ સુંદરી’ જેટલું હિટ રહ્યું છે એટલું જ અદ્ભુત ‘રિહાઈ દે’ ગીત છે.

આખરી સલામ

‘14 ફેરે’ અને ‘હંગામા 2’ના હૅન્ગઓવરમાંથી બહાર નીકળવા માટે ‘મિમી’નો ડોઝ જરૂરી છે.

28 July, 2021 11:16 AM IST | Mumbai | Harsh Desai

અન્ય લેખો

બૉલિવૂડ સમાચાર

પચીસ વર્ષની મરાઠી ઍક્ટ્રેસ ઈશ્વરી દેશપાંડેનું ઍક્સિડન્ટમાં થયું મૃત્યુ

આ અકસ્માત વિશે પોલીસ ઇન્સ્પેક્ટર સૂરજ ગવસે કહ્યું હતું કે ‘પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે ડ્રાઇવરે કાર પરનું નિયંત્રણ ગુમાવતાં આ દુર્ઘટના ઘટી હતી.

23 September, 2021 04:07 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

ઍન્ટિ-એન્ગ્ઝાયટીની દવાને કારણે વજન વધી ગયું છે પારસ છાબરાનું

પહેલું એ કે મને લિવર ઇન્ફેક્શન થવાથી મારા શરીરમાં સોજો આવી ગયો હતો. બીજું કારણ એ કે બિગ બૉસના હાઉસમાંથી બહાર આવ્યા બાદ મને એન્ગ્ઝાયટીના અટૅક આવવા લાગ્યા હતા.

23 September, 2021 03:43 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બૉલિવૂડ સમાચાર

સફળતાને અલગ માપદંડથી આંકવામાં આવે છે : સૈફ અલી ખાન

સ્ક્રિપ્ટ પસંદ પડે તો એના પર વધુ વિશ્વાસ આવે છે. ‘ભૂત પોલીસ’ પણ એમાંની જ એક છે. હું મારાં કો-ઍક્ટર્સ અર્જુન, યામી અને જૅકલિન અને ખાસ કરીને અર્જુનનો આભાર માનું છું, કારણ કે હું શરૂઆતથી જ તેની સાથે હતો.

23 September, 2021 03:36 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK