Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હું ગાવાનું છોડી દઈશ જો કોઈ દલેર મેહંદી દારૂ પીતા હોવાનો પુરાવો આપી દેશે તો : મિકા સિંહ

હું ગાવાનું છોડી દઈશ જો કોઈ દલેર મેહંદી દારૂ પીતા હોવાનો પુરાવો આપી દેશે તો : મિકા સિંહ

Published : 21 October, 2026 07:49 AM | Modified : 21 October, 2026 08:18 AM | IST | Uttarakhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોતાની પોસ્ટમાં મિકા સિંહે કહ્યું હતું કે ‘મીડિયા સાથે જોડાયેલા મિત્રોને એક ખાસ વિનંતી છે કે કોઈ પણ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં તથ્યોની ખરાઈ જરૂર કરો. જો કોઈ વ્યક્તિ પુરાવા વિના આરોપો લગાવે તો તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો.

મિકા સિંહ, દલેર મેહંદી

મિકા સિંહ, દલેર મેહંદી


દલેર મેહંદી અને ઉત્તરાખંડના કૅબિનેટ પ્રધાન સુબોધ ઉનિયાલ વચ્ચે મંચ પર થયેલા વિવાદ બાદ હવે ગાયક મિકા સિંહે પોતાના મોટા ભાઈનો બચાવ કર્યો છે. ટિહરીમાં કુંજાપુરી મેળા દરમ્યાન દલેર મેહંદીનો લાઇવ પર્ફોર્મન્સ ચાલી રહ્યો હતો ત્યારે પ્રધાન મંચ પર પહોંચ્યા હતા અને દલેર મેહંદીએ દારૂ પીધો હોવા વિશે સવાલો ઉઠાવ્યા હતા. આ મામલો હાલમાં ચર્ચામાં છે. હવે મિકા સિંહે સોશ્યલ મીડિયા પર એક વિડિયો શૅર કરીને મોટા ભાઈ દલેર મેહંદીનો પક્ષ લીધો છે. તેણે કહ્યું કે દલેર મેહંદી દારૂ પીતા નથી અને છેલ્લા કેટલાક સમયથી તેમની તબિયત પણ સારી નહોતી. મિકા સિંહના જણાવ્યા પ્રમાણે દલેર મેહંદીની તાજેતરમાં મોટી સર્જરી થઈ છે અને આમ છતાં તેઓ પોતાની વ્યાવસાયિક જવાબદારી નિભાવવા કાર્યક્રમમાં પહોંચ્યા હતા. મિકા સિંહે ભાઈ દલેર મેહંદીનો પક્ષ લઈને આપેલા વિડિયો-મેસેજમાં દાવો કર્યો હતો કે જો કોઈ દલેર મેહંદી દારૂ પીતા હોવાનો પુરાવો આપી દે તો હું ગાવાનું છોડી દઈશ.

પોતાની પોસ્ટમાં મિકા સિંહે કહ્યું હતું કે ‘મીડિયા સાથે જોડાયેલા મિત્રોને એક ખાસ વિનંતી છે કે કોઈ પણ સમાચાર પ્રકાશિત કરતાં પહેલાં તથ્યોની ખરાઈ જરૂર કરો. જો કોઈ વ્યક્તિ પુરાવા વિના આરોપો લગાવે તો તેના પર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરો અને સત્યની તપાસ કર્યા વિના સમાચાર ફેલાવશો નહીં. મંચ પર દલેર મેહંદી સાથે જે રીતે વર્તન કરવામાં આવ્યું એ નિરાશાજનક હતું. એક સન્માનનીય પ્રધાન મંચ પર આવ્યા અને તેમના પર દારૂ પીવાનો આરોપ લગાવ્યો પણ આવા દાવાઓ પ્રકાશિત કરતાં પહેલાં શું આપણે તથ્યોની ખરાઈ ન કરવી જોઈએ અને કલાકારને પોતાનો પક્ષ રજૂ કરવાની તક ન આપવી જોઈએ? શું કોઈ આંતરરાષ્ટ્રીય બૅન્ડ કોલ્ડપ્લે સાથે આવું વર્તન કરવાની હિંમત કરશે? હું મારા ભાઈ દલેર મેહંદીને સારી રીતે ઓળખું છું અને તેઓ દારૂ પીતા નથી. જો કોઈ દલેર મેહંદી દારૂ પીતા હોવાનો પુરાવો આપી દેશે તો હું ગાવાનું છોડી દઈશ. છેલ્લાં બે વર્ષથી તેમની તબિયત સારી નથી અને તેઓ હજી પણ સ્વસ્થ થઈ રહ્યા છે. આમ છતાં તેઓ પોતાના બૅન્ડ સાથે પર્ફોર્મ કરવાનું ચાલુ રાખે છે. આજકાલ ઘણા કલાકારો પહેલાં રેકૉર્ડ કરેલા બૅકિંગ ટ્રૅક્સનો ઉપયોગ કરીને પર્ફોર્મ કરે છે, પણ તેમની સામે આ જ રીતે કોઈ સવાલ ઉઠાવતું નથી. દલેર મેહંદી ભારતના સૌથી મોટા સુપરસ્ટાર્સમાંના એક છે અને કદાચ આ જ કારણ છે કે તેમને સહેલાઈથી ટાર્ગેટ બનાવવામાં આવે છે. હું મીડિયા સાથે જોડાયેલા મિત્રોને જવાબદારીપૂર્વક અને નિષ્પક્ષ રીતે કામ કરવાની વિનંતી કરું છું. એક હેડલાઇન કોઈની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે, તેથી કંઈ પણ પ્રકાશિત કરતાં પહેલાં કૃપા કરીને તથ્યોની તપાસ કરો. આપણા કલાકારોનું સન્માન કરો. સમાચાર આપતાં પહેલાં તથ્યોની ખરાઈ કરો. સત્યનો સાથ આપો.’


Whatsapp-channel Whatsapp-channel

21 October, 2026 08:18 AM IST | Uttarakhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK