Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > નીના ગુપ્તા બનશે નાની, દીકરી મસાબાએ શૅર કર્યા ગુડ ન્યુઝ

નીના ગુપ્તા બનશે નાની, દીકરી મસાબાએ શૅર કર્યા ગુડ ન્યુઝ

18 April, 2024 09:38 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Masaba Gupta Pregnancy: મસબાએ સોશ્યલ મીડિયા પોસ્ટ દ્વારા આપી ખુશખબરી

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા

તસવીર સૌજન્ય : સોશ્યલ મીડિયા


વર્ષો પછી બોલિવૂડની દિગ્ગજ અભિનેત્રી નીના ગુપ્તા (Neena Gupta) નું ઘર ફરીથી ગુંજી ઉઠવાનું છે. અભિનેત્રી ટૂંક સમયમાં નાની બનવા જઈ રહી છે. નીનાની દીકરી અને ફેમસ ફેશન ડિઝાઈનર મસાબા ગુપ્તા (Masaba Gupta) એ એક અલગ અંદાજમાં પોતાની પ્રેગ્નન્સી (Masaba Gupta Pregnancy) ની જાહેરાત કરી હતી. અભિનેત્રીએ એક કાર્ટૂન ફોટો શેર કર્યો છે જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરે છે. જે સોશ્યલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. એટલું જ નહીં, નીના ગુપ્પાએ પણ પોતાની ખુશી શૅર કરી છે.

મસાબા ગુપ્તાએ ગુરુવારે સાંજે તેના ઇન્સ્ટાગ્રામ પર ત્રણ તસવીરો શેર કરી હતી. પ્રથમ ફોટામાં, એક ગર્ભવતી કાર્ટૂન જોવા મળે છે. જે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરે છે. બીજા ફોટોમાં પણ બે કાર્ટૂન જોવા મળી રહ્યા છે જે ખૂબ જ ખુશ છે, છેલ્લા અને ત્રીજા ફોટોમાં મસાબા તેના પતિ સત્યદીપ મિશ્રા (Satyadeep Misra) સાથે જોવા મળી રહી છે. તેણી તેના પતિના ખભા પર માથું રાખીને બેઠી હતી અને કેપ્શનમાં લખ્યું, `બીજા સમાચારમાં – ‘બે નાના પગ અમારી તરફ આવી રહ્યા છે! કૃપા કરીને પ્રેમ, આશીર્વાદ અને બનાના ચિપ્સ મોકલો.’ તેણે #babyonboard #mom&dad હેશટેગ્સમાં લખ્યું.



 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Masaba ? (@masabagupta)


આ પોસ્ટ પર સેલેબ્સ મસાબાને અભિનંદન આપી રહ્યા છે.


અભિનેત્રી અનન્યા પાંડે (Ananya Pandey) એ લખ્યું- વાહ! અભિનંદન. પરિણીતી ચોપરા (Parineeti Chopra) એ લખ્યું- અભિનંદન અંકલ. મલાઈકા અરોરા (Malaika Arora), ક્રિતિ સેનન (Kriti Sanon), રિચા ચઢ્ઢા (Richa Chadha), ગૌહર ખાન (Gauhar Khan), કરિશ્મા કપૂર (Karisma Kapoor) એ લખ્યું- અભિનંદન. કરીના કપૂર (Kareena Kapoor) એ લખ્યું- શ્રેષ્ઠ છોકરી, શ્રેષ્ઠ માતા અને પ્રિય સત્તુને અભિનંદન, આ સાંભળીને ખૂબ આનંદ થયો.

નીના ગુપ્તા, જે હવે નાની બનવા જઈ રહ્યાં છે તેમણે તેમના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મસાબાની પોસ્ટ શેર કરી અને લખ્યું, `અમારા બાળકોનું બાળક આવવાનું છે. આનાથી વધુ આનંદની વાત શું હોઈ શકે?`

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Neena Gupta (@neena_gupta)

તમને જણાવી દઈએ કે, મસાબા ગુપ્તાએ સત્યદીપ સાથે બીજા લગ્ન કર્યા હતા. આ પહેલા મસાબાએ વર્ષ ૨૦૧૫માં મધુ મન્ટેના (Madhu Mantena) સાથે લગ્ન કર્યા હતા, પરંતુ લગ્ન માત્ર ચાર વર્ષ જ ચાલ્યા. આ પછી, બંનેએ વર્ષ ૨૦૧૯માં છૂટાછેડા લીધા. ગયા વર્ષે, ૨૭ જાન્યુઆરી ૨૦૨૩ના રોજ, મસાબાએ સત્યદીપ મિશ્રા સાથે લગ્ન કર્યા, જે એક અભિનેતા છે. સત્યદીપ મિશ્રાએ પણ મબાસા સાથે બીજા લગ્ન કર્યા છે. તેમના પ્રથમ લગ્ન અભિનેત્રી અદિતિ રાવ હૈદરી (Aditi Rao Hydari) સાથે થયા હતા.

અત્યારે મસાબા ગુપ્તાની પ્રેગનેન્સીના સમાચાર સાંભળીને પરિવારમાં ખુશીનો માહોલ છે.

Whatsapp-channel Whatsapp-channel

18 April, 2024 09:38 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK