યે પ્રેમ મોલ લિયા’ના ટ્રેલરમાં પ્રેમ મિશ્રા તરીકે આયુષ્માન ખુરાના અને પૂર્વા સોલંકી તરીકે શર્વરી જોવા મળે છે. બન્નેની મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં બદલાય છે, પણ લગ્નની વાત આવે ત્યારે પરિવાર અને પરંપરાઓને કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે.
‘યે પ્રેમ મોલ લિયા’નું ટ્રેલર લોન્ચ થયું
૨૭ નવેમ્બરે રિલીઝ થનારી સૂરજ બડજાત્યાની ફિલ્મ ‘યે પ્રેમ મોલ લિયા’નું ટ્રેલર ગઈ કાલે જુહુના PVRમાં લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મનાં લીડ સ્ટાર્સ આયુષ્માન ખુરાના અને શર્વરી સાથે ફિલ્મના અન્ય કલાકારો અનુપમ ખેર, સુપ્રિયા પાઠક, સીમા પાહવા, સૌમ્યા ટંડન, સ્વાનંદ કિરકિરે, શ્રુતિ સેઠ, શાદ રંધાવા, ગિરીશ કુલકર્ણી અને રાજેશ કુમાર હાજર રહ્યાં હતાં. આ ટ્રેલર-લૉન્ચમાં ફિલ્મની વિશાળ સ્ટારકાસ્ટની હાજરીએ કાર્યક્રમને ખાસ બનાવ્યો હતો.
શું છે યે પ્રેમ મોલ લિયાની વાર્તા?
ADVERTISEMENT
‘યે પ્રેમ મોલ લિયા’ના ટ્રેલરમાં પ્રેમ મિશ્રા તરીકે આયુષ્માન ખુરાના અને પૂર્વા સોલંકી તરીકે શર્વરી જોવા મળે છે. બન્નેની મિત્રતા ધીમે-ધીમે પ્રેમમાં બદલાય છે, પણ લગ્નની વાત આવે ત્યારે પરિવાર અને પરંપરાઓને કારણે મુશ્કેલીઓ ઊભી થાય છે. પૂર્વાના પરિવારમાં ૬ મહિલાઓ રહે છે. તેમની સંભાળ તેમ જ ઘરની જવાબદારી તેના પર છે. આ કારણે તે લગ્ન પછી પોતાનું ઘર છોડીને સાસરે જવા માગતી નથી. આ પરિસ્થિતિમાં પ્રેમ એક અલગ રસ્તો પસંદ કરે છે. તે પૂર્વા સાથે લગ્ન કર્યા પછી પોતે પત્નીના ઘરે રહેવા તૈયાર થાય છે એટલું જ નહીં, તે પોતાના પરિવારને પણ સાથે લઈને સાસરે જવાનો નિર્ણય કરે છે. આમ ફિલ્મમાં પરંપરાગત રીતે લગ્ન પછી દીકરીએ પિયર છોડીને સાસરે જવું પડે એવી માન્યતાને બદલે એક નવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. ફિલ્મમાં માત્ર પ્રેમીઓની જ વાત નથી કરાઈ, લગ્ન પછી બન્ને પરિવારો વચ્ચેના સંબંધો અને એકબીજાને સ્વીકારવાની પ્રક્રિયાને પણ મહત્ત્વની ગણાવવામાં આવી છે.
