Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > અન્ય સ્પોર્ટ્સ > આર્ટિકલ્સ > Sports Updates: વર્લ્ડ પૅરા ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો ગુજરાતની સોનલ પટેલે

Sports Updates: વર્લ્ડ પૅરા ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપમાં ભારત માટે પ્રથમ મેડલ જીત્યો ગુજરાતની સોનલ પટેલે

Published : 19 November, 2026 09:51 AM | Modified : 19 November, 2026 09:59 AM | IST | Thailand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

૩૯ વર્ષની સોનલ પટેલે થાઇલૅન્ડના પટાયામાં યોજાયેલી વર્લ્ડ પૅરા ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ 2026માં મહિલા સિંગલ્સ ક્લાસ થ્રી કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૧૯૯૦થી રમાતી આ ટુર્નામેન્ટમાં મેડલ જીતનાર સોનલ પટેલ પહેલી ભારતીય પ્લેયર બની છે.

સોનલ પટેલ

સોનલ પટેલ


૩૯ વર્ષની સોનલ પટેલે થાઇલૅન્ડના પટાયામાં યોજાયેલી વર્લ્ડ પૅરા ટેબલ ટેનિસ ચૅમ્પિયનશિપ 2026માં મહિલા સિંગલ્સ ક્લાસ થ્રી કૅટેગરીમાં બ્રૉન્ઝ મેડલ જીતીને ઇતિહાસ રચ્યો છે. ૧૯૯૦થી રમાતી આ ટુર્નામેન્ટમાં મેડલ જીતનાર સોનલ પટેલ પહેલી ભારતીય પ્લેયર બની છે.

મહિલા સિંગલ્સ ક્લાસ થ્રીની સેમી-ફાઇનલમાં ગુજરાતની સોનલ પટેલને ઇટલીની હરીફ સામે ૧-૩થી હારીને બ્રૉન્ઝથી સંતોષ માનવો પડ્યો હતો. તેણે અગાઉ પૅરા એશિયન ગેમ્સ ૨૦૧૮માં સિલ્વર અને ૨૦૨૬માં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. પૅરા કૉમનવેલ્થ ગેમ્સ ૨૦૨૨માં તેણે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો.



આજથી ભોપાલમાં ૬ વિમેન્સ ટીમો વચ્ચે હૉકી એશિયન ચૅમ્પિયન્સ ટ્રોફીનો થશે પ્રારંભ


ભારત અને સાઉથ કોરિયાએ ૩-૩ વખત ટાઇટલ જીત્યાં છે


આજથી મધ્ય પ્રદેશના ભોપાલમાં ૬ દેશોની હૉકી ટીમો વચ્ચે વિમેન્સ હૉકી એશિયન  ચૅમ્પિયન્સ ટ્રોફી 2026નો પ્રારંભ થશે. ૨૦૧૦થી શરૂ થયેલી આ ટુર્નામેન્ટની છેલ્લી બે સીઝન પણ ભારતમાં રમાઈ હતી. સાતમી સીઝન રાંચીમાં અને આઠમી સીઝન રાજગીરમાં રમાઈ હતી.

હમણાં સુધીની ૮ સીઝનમાં ભારત અને સાઉથ કોરિયાએ ૩-૩ વખત ટાઇટલ જીત્યાં છે. સાઉથ કોરિયાએ ૨૦૧૦, ૨૦૧૧, ૨૦૧૮ની સીઝન અને ભારતે ૨૦૧૬, ૨૦૨૩, ૨૦૨૪ની સીઝનમાં બાજી મારી હતી. જપાને ૨૦૧૩ અને ૨૦૨૧ની સીઝનમાં ટાઇટલ જીત્યું હતું.

ભોપાલમાં નવમી સીઝન આજે ૧૯થી ૨૮ નવેમ્બર વચ્ચે રમાશે. ભારત, ચીન, જપાન, મલેશિયા, સાઉથ કોરિયા, થાઇલૅન્ડની ટીમો પાંચ લીગ મૅચો રમાશે. ટૉપ ફોર ટીમો વચ્ચે ૨૭ નવેમ્બરે 
સેમી-ફાઇનલ યોજાશે. ૨૮ નવેમ્બરે ગોલ્ડ અને બ્રૉન્ઝ મેડલ મૅચ રમાશે.

ભારતીય ટીમનું શેડ્યુલ
૧૯ નવેમ્બરે મલેશિયા સામે 
૨૧ નવેમ્બરે સાઉથ કોરિયા સામે 
૨૨ નવેમ્બરે થાઇલૅન્ડ સામે 
૨૪ નવેમ્બરે ચીન સામે 
૨૫ નવેમ્બરે જપાન સામે

હૉન્ગકૉન્ગ ઓપનમાં બે-બે શટલર્સ સહિત બે ડબલ્સની જોડી ક્વૉર્ટર ફાઇનલમાં પહોંચી

હૉન્ગકૉન્ગ ઓપન 2026માં આજે ક્વૉર્ટર ફાઇનલ રાઉન્ડ રમાશે. મેન્સ અને વિમેન્સ સિંગલ્સમાં ભારતના બે-બે શટલર્સ સહિત બે ડબલ્સની જોડી ક્વૉર્ટર ફાઇનલ સુધી પહોંચી છે.
મેન્સ સિંગલ્સમાં ગઈ કાલે લક્ષ્ય સેને ફ્રાન્સના હરીફ સામે ૧૪-૨૧, ૨૧-૧૬, ૨૫-૨૩ના સ્કોરથી અને શ્રીકાન્ત કિદામ્બીએ જપાનના હરીફ સામે ૨૧-૧૬, ૧૬-૨૧, ૨૧-૯ની સ્કોરલાઇનથી જીત નોંધાવી હતી.

આજે શટલર્સ રક્ષિતા રામરાજ અને અશ્મિતા ચલિહા મહિલા સિંગલ્સમાં ક્વૉર્ટર ફાઇનલ રમશે. ગાયત્રી ગોપીચંદ-ટ્રીસા જોલી વિમેન્સ ડબલ્સ અને સાત્વિકસાઈરાજ રંકીરેડ્ડી-ચિરાગ શેટ્ટી મેન્સ ડબલ્સમાં ક્વૉર્ટર ફાઇનલ રમશે.

૪ વર્ષ પછી ટૉપ ફાઇવ રૅન્કિંગમાં પી.વી. સિંધુની વાપસી થઈ

ભારતીય શટલર પી.વી. સિંધુએ ૪ વર્ષ પછી મહિલા સિંગલ્સ વર્લ્ડ રૅન્કિંગમાં ટોચના પાંચ પ્લેયર્સની લિસ્ટમાં વાપસી કરી છે. એક સ્થાનના ફાયદા સાથે નવેમ્બર ૨૦૨૨ પછી પ્રથમ વખત તે ટૉપ ફાઇવ શટલર્સમાં સામેલ થઈ છે. જર્મનીમાં તેણે હાયલો ઓપનમાં ખિતાબ જીત્યો હતો અને ફ્રેન્ચ ઓપનમાં રનરઅપ રહી હતી. તેણે સીઝનના અંતે યોજાનારી ટુર્નામેન્ટ BWF વર્લ્ડ ટૂર ફાઇનલ્સ માટે પણ ક્વૉલિફાય કર્યું છે. વર્કલોડ મૅનેજમેન્ટ માટે તે હાલમાં હૉન્ગકૉન્ગ ઓપનમાં નથી રમી રહી.

સેન્ચુરી ઑફ સ્પોર્ટિંગ યુનિટીની ઉજવણીના ભાગરૂપે આજથી ન્યુ ઝીલૅન્ડ-ભારત વચ્ચે રમાશે હૉકી મૅચની સિરીઝ

આજથી ઑકલૅન્ડમાં ન્યુ ઝીલૅન્ડ અને ભારતની મેન્સ હૉકી ટીમો વચ્ચે ત્રણ મૅચની સિરીઝ શરૂ થશે. સંજય માંજરેકરની આગેવાનીમાં ૨૦ યંગ હૉકી પ્લેયર્સની સ્ક્વૉડ આ ન્યુ ઝીલૅન્ડ ટૂર માટે પસંદ થઈ છે. આજે સવારે ૧૧ વાગ્યે, ૨૧ નવેમ્બરે સવારે ૯.૩૦ વાગ્યે, બાવીસ નવેમ્બરે સવારે ૬.૩૦ વાગ્યે હૉકી મૅચ શરૂ થશે.

બન્ને દેશો પોતાના સેન્ચુરી ઑફ સ્પોર્ટિંગ યુનિટીની ઉજવણીના ભાગરૂપે આ સિરીઝ રમશે. ૧૯૨૬માં ભારતીય સૈન્યની હૉકી ટીમે ન્યુ ઝીલૅન્ડની ટૂર કરી હતી અને બન્ને દેશો વચ્ચે સ્પોર્ટ્‍‍સ સંબંધોની શરૂઆત થઈ હતી.

ન્યુ ઝીલૅન્ડ અને ભારતની મેન્સ ટીમો વચ્ચે ૪૪ હૉકી મૅચો રમાઈ છે. એમાંથી ભારત ૨૪ મૅચોમાં અને ન્યુ ઝીલૅન્ડ ૧૫ મૅચોમાં વિજેતા રહ્યું છે. અન્ય પાંચ મૅચ ડ્રૉ રહી હતી.

Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 09:59 AM IST | Thailand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK