Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોશ્યલ મી‌ડિયા પર બચ ગએ કેમ લખ્યું હતું અ‌‌મિતા‍ભ બચ્ચને?

સોશ્યલ મી‌ડિયા પર બચ ગએ કેમ લખ્યું હતું અ‌‌મિતા‍ભ બચ્ચને?

Published : 19 November, 2026 10:43 AM | Modified : 19 November, 2026 11:16 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હાલમાં અમિતાભની ૧૫ નવેમ્બરે કરેલી એક પોસ્ટ ચર્ચામાં આવી હતી. અમિતાભ પર હુમલો કરવાના કાવતરાને ‌નિષ્ફળ બનાવીને બે જણની ધરપકડ થઈ એ પછી ‌બિગ બીએ માત્ર ‘બચ ગએ’ લખેલી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને પગલે તેમને નવેસરથી ધમકી મળી હતી.

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચન સોશ્યલ મીડિયા પર અવારનવાર ચર્ચામાં રહે છે. તેઓ બહુ ઓછા શબ્દોમાં એવી પોસ્ટ શૅર કરતા રહે છે જેને જોઈને ચાહકો વિચારમાં પડી જાય છે કે આખરે તેઓ કયા સંદર્ભમાં આ વાત કહી રહ્યા છે. હાલમાં અમિતાભની ૧૫ નવેમ્બરે કરેલી એક પોસ્ટ ચર્ચામાં આવી હતી. અમિતાભ પર હુમલો કરવાના કાવતરાને ‌નિષ્ફળ બનાવીને બે જણની ધરપકડ થઈ એ પછી ‌બિગ બીએ માત્ર ‘બચ ગએ’ લખેલી પોસ્ટ મૂકી હતી. આ પોસ્ટને પગલે તેમને નવેસરથી ધમકી મળી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે તમે ગમે એટલી બુલેટપ્રૂફ કૅ‌બિન બનાવડાવી લો, અમે મારીને રહીશું. એ પછી ખા‌લિસ્તાનતરફી આતંકવાદી ગુરપતવંત ‌સિંહ પન્નુએ પણ ‘બચ ગએ ‌કિ ફસ ગએ’ એવો કટાક્ષ કરીને અ‍‌મિતાભ બચ્ચનને ધમકી આપી છે. એને પગલે ‌બિગ બીએ આ બધાની ફીરકી લેતા હોય એમ ગઈ કાલે તેમની ‘બચ ગએ’વાળી પોસ્ટનો ખુલાસો કરતી પોસ્ટ સોશ્યલ મી‌‌ડિયા પર મૂકી હતી. એમાં તેમણે લખ્યું : KBC શૂટ પે પૅન્ટ કી બેલ્ટ ટૂટ ગયી, જલ્દી સે નાડા બાંધ ‌લિયા – બચ ગએ.


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2026 11:16 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK