૫૪ વર્ષે નવોનક્કોર લુક અપનાવ્યો છે જેનાથી બધા ઇમ્પ્રેસ થઈ ગયા
મનીષા કોઇરાલા
૫૪ વર્ષની મનીષા કોઇરાલાની સુંદરતા આજે પણ લોકોનું ધ્યાન ખેંચે છે. હાલમાં મનીષાએ નેપાલના સૅલોંમાં હેર-મેકઓવર કરાવ્યું છે અને તેના આ નવા લુકથી મનીષાના ફૅન્સ ઇમ્પ્રેસ થઈ ગયા છે અને તેમને આ લુક બહુ ગમ્યો છે. મનીષા નિયમિતપણે સોશ્યલ મીડિયા પર પોસ્ટ શૅર કરે છે, જેમાં તેના જીવનની ઝલક જોવા મળે છે.


