માધુરી દીક્ષિત અને ડૉક્ટર શ્રીરામ નેનેની ગણતરી પર્ફેક્ટ કપલ તરીકે થાય છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં માધુરીએ ખુલાસો કર્યો છે કે તેણે ડૉક્ટર નેને સાથે અરેન્જ્ડ મૅરેજ નહીં પણ લવમૅરેજ કરેલાં.
માધુરી દીક્ષિત અને ડૉક્ટર શ્રીરામ નેને
માધુરી દીક્ષિત અને ડૉક્ટર શ્રીરામ નેનેની ગણતરી પર્ફેક્ટ કપલ તરીકે થાય છે. હાલમાં એક ઇન્ટરવ્યુમાં માધુરીએ ખુલાસો કર્યો છે કે તેણે ડૉક્ટર નેને સાથે અરેન્જ્ડ મૅરેજ નહીં પણ લવમૅરેજ કરેલાં. માધુરીએ પોતાના લગ્નજીવન વિશે વાત કરતાં કહ્યું હતું કે ‘મારા મિત્રો હું કોઈને મળું એ માટે બહુ પ્રયાસ કરતા હતા, પણ હું એ સમયે મારી કરીઅર પર બહુ ધ્યાન આપતી હતી અને મને ડર હતો કે જો મને ખોટો જીવનસાથી ભટકાઈ જશે તો જીવનનો આખો આનંદ બગડી જશે. મેં ક્યારેય કોઈ પરીકથાના રાજકુમારનું સપનું નહોતું જોયું, પણ ડૉ. નેને મારા માટે પર્ફેક્ટ સાબિત થયા.’
પોતાનાં લગ્ન વિશે વાત કરતાં માધુરીએ જણાવ્યું કે ‘ડૉ. નેને સાથે મારો પરિચય મારા ભાઈએ કરાવ્યો હતો, પણ એ કોઈ અરેન્જ્ડ મૅરેજ નહોતાં. અમે બન્નેએ લગ્નનો નિર્ણય લેતાં પહેલાં છ મહિના સુધી ડેટિંગ કર્યું હતું. મને તેમની ખાસિયતો ગમી હતી અને હું તેમના પ્રેમમાં પડી ગઈ હતી. તેઓ સ્વભાવથી ખૂબ જ સંવેદનશીલ, વાંચનપ્રેમી, બુદ્ધિશાળી છે અને ફોટોગ્રાફીમાં પણ રસ ધરાવે છે. અમે બન્ને એકબીજાના જીવનમાં સૌથી મોટી ભેટ છીએ. મારા માટે તો મારું લગ્નજીવન મારી કારકિર્દી કરતાં પણ મોટો આશીર્વાદ છે.’


