Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > ગુજરાત સમાચાર > આર્ટિકલ્સ > બે વર્ષમાં ગુજરાતમાંથી ૬૨૪૦ બાળકો ગુમ થયાં, હવે ૫૫૩ બાળકો શોધવાનાં બાકી છે

બે વર્ષમાં ગુજરાતમાંથી ૬૨૪૦ બાળકો ગુમ થયાં, હવે ૫૫૩ બાળકો શોધવાનાં બાકી છે

Published : 10 March, 2026 11:27 AM | IST | Ahmedabad
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી ગુમ થયેલાં બાળકો અને મહિલાઓ વિશે કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મમ્મી-પપ્પાએ આપેલા ઠપકાથી, પ્રેમપ્રકરણ કે અન્ય અગમ્ય કારણોસર બાળકો ઘરેથી જતાં રહે છે જેને કારણે બે વર્ષ દરમ્યાન ગુજરાતના જુદા-જુદા જિલ્લાઓમાંથી ૬૨૪૦ બાળકો ગુમ થયાં હતાં. જોકે એ પૈકીનાં ૫૬૮૭ બાળકો મળી આવ્યાં છે જ્યારે ૫૫૩ બાળકોની શોધખોળ ચાલી રહી છે. બીજી તરફ ૬૭ મહિલાઓ ગુમ હતી જે તમામ મળી આવી છે. છેલ્લાં બે વર્ષમાં ગુજરાતમાંથી ગુમ થયેલાં બાળકો અને મહિલાઓ વિશે કૉન્ગ્રેસના વિધાનસભ્યોએ પ્રશ્નો પૂછ્યા હતા.

ક્યાંથી કેટલાં બાળકો ગુમ?



સૌથી વધુ સુરત જિલ્લામાં ૮૪૧ બાળકો ગુમ થયાં હતાં એ પૈકી હવે ૭૬ બાળકો શોધવાનાં બાકી છે. અમદાવાદ જિલ્લામાંથી ૮૦૯ બાળકો ગુમ થયાં હતાં એ પૈકી ૪૧ બાળકો શોધવાનાં બાકી છે. રાજકોટ જિલ્લામાંથી ૪૭૭ બાળકો ગુમ થયાં હતાં એ પૈકી ૩૬ બાળકો શોધવાનાં બાકી છે. વડોદરા જિલ્લામાંથી ૩૫૨ બાળકો ગુમ થયાં હતાં એમાંથી ૧૮ બાળકો શોધવાનાં બાકી છે. સૌથી વધુ અમદાવાદમાંથી ૨૦ અને સુરતમાંથી ૧૫ મહિલાઓ ગુમ થઈ હતી જે મળી આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

10 March, 2026 11:27 AM IST | Ahmedabad | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK