Vaastu Vibes: એક અભ્યાસ દર્શાવે છે કે કામને સારી રીતે પાર પાડવા માટે માત્ર ફેફસાં જ નહીં પણ મગજ અને ત્વચાને પણ તાજી હવાની જરૂર પડે છે. વાસ્તુ હંમેશાં કુદરતી વેન્ટિલેશન, હરિયાળી અને ખુલ્લી જગ્યાઓ પર ભાર મૂકે છે.
વાસ્તુ Vibes (તસવીર ડિઝાઇન - કિશોર સોસા)
ઘર હોય કે ઑફિસ, પ્રાચીન વાસ્તુશાસ્ત્રને અનુસરવામાં આવે તો ઉત્તમ પરિણામો મળે છે. ન માત્ર આર્થિક લાભ પરંતુ, માનસિક અને શારીરિક સુખાકારી માટે પણ વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હિતાવહ છે. ઇન્ટરનેટના આ યુગમાં આંગળીના ટેરવે વાસ્તુ સંબંધિત ટુચકાઓ પણ ભરપુર મળી રહે છે. પણ, તેમાં તથ્યને નામે કશું જ હોતું નથી. વળી, વાસ્તુશાસ્ત્રના જાણકારોની મસમોટી ફી પરવડે એવી નથી હોતી. ત્યારે ગુજરાતી મિડ-ડે ડોટ કોમ તમારાં માટે લઇ આવ્યું છે `વાસ્તુ Vibes` (Vaastu Vibes) જ્યાં અમે તમને ચાલતી આવતી ખોટી અને ભૂલભરેલી માન્યતામાંથી બહાર લાવી સરળ ભાષામાં સચોટ વાસ્તુ સંબંધિત માર્ગદર્શન આપીશું. તમારી વાસ્તુ સંબંધિત ગૂંચવણો નીકળી જશે અને તે તરફનો તમારો દ્રષ્ટિકોણ પણ બદલાઈ જશે. સાથે જ સકારાત્મક અભિગમ કેળવાશે. તો, વાસ્તુ સંબંધિત ટિપ્સ માટે અમારી સાથે જોડાઓ દર સોમવારે `વાસ્તુ વાઇબ્સ`માં...
આજકાલનાં ઇન્ફ્રાસ્ટ્રકચર (Vaastu Vibes) જોઈએ તો તે મોટેભાગે બંધિયાર જ હોય છે. ફિક્સ્ડ વિન્ડોઝ ધરાવતી બિલ્ડિંગમાં કે ઑફિસોમાં તો ઍર કન્ડિશનીંગ ઉપર જ આધાર રાખવામાં આવે છે, જે જગ્યાનું ટેમ્પરૅચર જાળવી રાખે છે. પરંતુ એને કારણે કુદરતી રીતે હવા આવી-જઈ શકતી નથી. માટે આવી જગ્યાઓ પર લાંબા સમય સુધી કામ કરતા લોકોની ઊર્જા પર અસર થાય છે. પછી ભલે ને આવા સ્થળે અંદરના ભાગે વાસ્તુનું પાલન કરાયું હોય, છતાં હવાની નબળી ગુણવત્તાને કારણે અહીંના લોકોની ઊર્જા નબળી પડે છે. પરિણામે, કર્મચારીઓને વારંવાર થાક, સુસ્તી લાગવા માંડે છે.
ADVERTISEMENT
કુદરતી રીતે હવાની અવરજવર કેમ જરૂરી?
એક અભ્યાસ દર્શાવે છે કે શરીર થકી કોઇપણ કામને સારી રીતે પાર પાડવા માટે માત્ર ફેફસાં જ નહીં પણ મગજ અને ત્વચાને પણ તાજી હવાની જરૂર પડે છે. વાસ્તુ હંમેશાં કુદરતી વેન્ટિલેશન, હરિયાળી અને ખુલ્લી જગ્યાઓ પર ભાર મૂકે છે. જેથી સર્જનાત્મકતા વધે છે. તણાવ ઓછો થાય છે અને વાતાવરણ જીવંત, સ્વસ્થ અને ઊર્જાસભર (Vaastu Vibes) બની રહે છે.
કાર્યસ્થળની ડિઝાઇનની સાથોસાથ હવાની ગુણવત્તા જાળવવી પણ એટલી જ મહત્વપૂર્ણ છે. જો તાજી હવા ન આવતી હોય તો અંદરથી સુંદર રીતે ડેકોરૅટેડ જગ્યા પણ નકામી બની રહે છે. બંધિયાર જગ્યામાં કામ કરતા લોકો થાક, માથાનો દુખાવો, ચક્કર આવવા અને હતાશાની ફરિયાદો કરે છે. તેમની ઉત્પાદકતામાં પણ ઘટાડો થાય છે. કામ કરતાં લોકોને શારીરિક અને માનસિક સુખાકારી બંનેને અસર કરે છે.
જો કુદરતી વેન્ટિલેશન, છોડ કે માઇન્ડફુલ ડિઝાઇન દ્વારા હવાના પ્રવાહ (Vaastu Vibes)ને પુનઃસ્થાપિત કરવામાં આવે તો વાતાવરણ સંતુલિત અને ઉર્જાવાન બને છે.
જો તમે પણ બંધિયાર જગ્યામાં કામ કરો છો તો ઊર્જા મેળવવા શું કરી શકાય?
૧. તાજી હવામાં શ્વાસ લેવા માટે બ્રેક દરમિયાન બહાર નીકળો, આમ કરવાથી ઊર્જાને ફરીથી મેળવી શકાય છે.
૨. બપોરે ભોજન લીધા પછી કુદરતી વાતાવરણમાં સમય પસાર કરવાથી મૂડ અને પર્ફોર્મન્સમાં સુધારો થાય છે.
૩. થોડીથોડી વારે બારીઓ ખોલવાથી કુદરતી રીતે હવાની આવ-જા થઈ શકે છે.
૪. હવાની આવ-જા વધારવામાં છોડ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેઓ કાર્બન ડાયોક્સાઇડને શોષીને અને ઓક્સિજન મુક્ત કરીને પર્યાવરણને ઝેરમુક્ત કરે છે. કાર્યસ્થળની આસપાસ હવા શુદ્ધ કરનારા છોડ મૂકવાથી જુસ્સો વધે છે અને સંતુલન વધે છે.
આમ, સૂર્યપ્રકાશ અને તાજી હવાના સંપર્કમાં રહેવાથી તણાવ, ચિંતા, હતાશા અને માનસિક થાક ઓછો થાય છે અને સર્જનાત્મકતા, ધ્યાન અને એકંદરે વાતાવરણ તંદુરસ્ત બને છે. આ સરળ ટિપ્સ માત્ર શારીરિક સ્વાસ્થ્યમાં જ સુધારો કરતી નથી પરંતુ ધ્યાન, સર્જનાત્મકતા અને ભાવનાત્મક સંતુલનમાં પણ વધારો કરે છે. ઑફિસ વધુ જીવંત લાગે છે.
એક ઑફિસ એક્ઝિક્યુટિવનું ઉદાહરણ આપું. આ ભાઈ બંધિયાર ઑફિસમાં દરરોજ નવ કલાક વિતાવતા હતા. સમય જતાં તેમને થાક અને માથાનો દુ:ખાવો ઊપડે છે. સતત કૃત્રિમ વાતાવરણમાં રહેવાથી શક્તિહિન હોવાનો અનુભવ થાય છે. મન બેચેન બને છે અને શરીર ભારીભારી હોય એવું લાગે છે. પરંતુ તેઓએ પછી સભાનપણે વાસ્તુ ટિપ્સ અજમાવી. તેમણે તેમની ડેસ્ક પાસે છોડ મૂક્યો. સવારે બારીઓ ખોલતા થયા. અને બહાર થોડીક વાર ચાલવાનું શરૂ કર્યું તો તેમની ઊર્જામાં સુધારો થયો. મૂડ સુધર્યો. અને ઉત્પાદકતામાં (Vaastu Vibes) પણ વધારો થયો. વિચારો વધુ સ્પષ્ટ રીતે આવતા થયા.
બસ, તો આ સિમ્પલ ઉદાહરણ દર્શાવે છે કે કેવી રીતે નાનાં પણ યોગ્ય પગલાં લેવામાં આવે તો ઑફિસમાં હવાની આવન-જાવનને સુધારી શકાય છે.
અંતે, એટલું જ કહેવાનું કે સભાનપણે વાસ્તુ-ટિપ્સને ફૉલો કરવામાં આવે તો ઑફિસમાં હવાને સંતુલિત કરી શકાય છે. તાજી હવા, કુદરતી હવાનું પરિભ્રમણ અને હરિયાળી એ માત્ર વૈભવી વસ્તુઓ જ નથી, પણ તે સુખાકારી માટે આવશક્ય બાબત છે.
Dr Harshit Kapadia
Metaphysics Consultants:
Conscious Vaastu®, Yuen Hom and Sam Hap Style of Feng Shui
Tel (O): +91-9324512864.
Email: consciousvaastu@gmail.com
www.consciousvaastu.com
