બાપ-દીકરીની આ વાતચીતને સોશ્યલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવી
સુહાના ખાને અડિડાસ ઇન્ડિયા સાથે ઍડ માટે ફોટોશૂટ કર્યું
શાહરુખ ખાનની દીકરી સુહાના બૉલીવુડમાં પોતાનું સ્થાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને શાહરુખ હંમેશાં તેને સપોર્ટ કરે છે. શાહરુખ-સુહાનાની જોડી ‘કિંગ’માં પણ જોવા મળશે.
હાલમાં સુહાના ખાને અડિડાસ ઇન્ડિયા સાથે ઍડ માટે ફોટોશૂટ કર્યું છે. આ ફોટોશૂટમાં તે અત્યંત ફિટ અને સ્ટાઇલિશ લુકમાં જોવા મળી હતી. સુહાનાએ આ તસવીરો પોતાના સોશ્યલ મીડિયામાં પોસ્ટ કરી એ પછી થોડી જ વારમાં વાઇરલ થઈ હતી. આ તસવીરોમાં તે સ્પોર્ટ્સવેઅરમાં અલગ-અલગ પોઝ આપતી જોવા મળી અને તેની ઍક્ટિવનેસે ચાહકોનું દિલ જીતી લીધું હતું.
દીકરીની પોસ્ટ પર શાહરુખે કમેન્ટ કરી હતી ઃ લુકિંગ સો ગુડ. એના જવાબમાં સુહાનાએ તરત જ કહ્યું હતું ઃ લવ યુ. પિતા અને દીકરીની આ નાનકડી વાતચીત સોશ્યલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી છે અને લોકો આ બૉન્ડ જોઈને ભાવુક થઈ ગયા છે.
સુહાનાએ ડિસેમ્બર ૨૦૨૩માં ‘ધી આર્ચીઝ’થી અભિનયની શરૂઆત કરી હતી, જેનું દિગ્દર્શન ઝોયા અખ્તરે કર્યું હતું. આ ફિલ્મ સીધી OTT પ્લેટફૉર્મ પર આવી હતી. હવે ટૂંક સમયમાં તે પિતા શાહરુખ ખાન સાથે ફિલ્મ ‘કિંગ’માં મોટા પડદે જોવા મળશે જેનું દિગ્દર્શન સિદ્ધાર્થ આનંદ કરી રહ્યો છે.

