જોકે તેણે ફરી મળવાની વાત કહીને પોતાના ફૅન્સને ખુશ કર્યા હતા
તસવીર સૌજન્યઃ ઇન્સ્ટાગ્રામ
પ્રિયંકા ચોપડા તેના પતિ નિક જોનસ સાથે લગ્ન પછી અમેરિકામાં જ રહે છે પરંતુ ભારતમાં તેના પ્રોજેક્ટ્સને કારણે અહીં આવતી રહે છે. આ વખતે પ્રિયંકાએ માત્ર ૧૨ કલાકના કામ માટે ભારત આવીને પોતાના ડેડિકેશનનો પુરાવો આપ્યો હતો. વળી આ કામ પૂરું કર્યા પછી તરત જ તે અમેરિકા જતી રહી. જોકે તેણે ફરી મળવાની વાત કહીને પોતાના ફૅન્સને ખુશ કર્યા હતા. પ્રિયંકા બુધવારે સવારે મુંબઈ આવી હતી. એ પછી કપિલ શર્માના શો ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’નું શૂટિંગ પૂરું કરીને ૧૨ કલાકમાં જ અમેરિકા પોતાના ઘરે જતી રહી હતી. ગુરુવારે વહેલી સવારે ઍરપોર્ટ માટે નીકળતી વખતે પ્રિયંકાએ પોતાના સોશ્યલ મીડિયામાં તસવીર પોસ્ટ કરીને લખ્યું હતું, ‘ચાલો પાછા જઈએ. આ વખતે તો ૧૨ કલાકથી પણ ઓછો સમય મળ્યો. ફરી મળીશું.’


