‘વારાણસી’ના પ્રમોશન માટે ભારત આવેલી પ્રિયંકા ચોપડા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ સીઝન 4ના સેટ પર જોવા મળી હતી
`ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો`ના સેટ પર પ્રિયંકા ચોપડા
પ્રિયંકા ચોપડા તેની આગામી ફિલ્મ ‘વારાણસી’ના પ્રમોશન માટે મુંબઈ પરત ફરી છે અને તેણે સોશ્યલ મીડિયા પર આપેલી હિન્ટને કારણે એવી ખબર પડી ગઈ છે કે તે કપિલ શર્માના શોની ચોથી સીઝનમાં પહેલી સ્પેશ્યલ ગેસ્ટ તરીકે જોવા મળશે. હકીકતમાં પ્રિયંકાએ ફ્લાઇટમાંથી એક સેલ્ફી શૅર કર્યો હતો અને આ તસવીરમાં તેણે કપિલ શર્માને સંબોધીને લખ્યું હતું કે ‘બહેતર રહેશે કે તમે તૈયાર રહો.’

ADVERTISEMENT
આ પછી તેણે ટૅક્સીમાંથી એક વિડિયો પણ શૅર કર્યો જેમાં તે મુંબઈની હવા માણતી જોવા મળી અને સાથે લખ્યું હતું, ‘મુંબઈ મેરી જાન.’
ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શોના સેટ પર જોવા મળી પ્રિયંકા
‘વારાણસી’ના પ્રમોશન માટે ભારત આવેલી પ્રિયંકા ચોપડા ‘ધ ગ્રેટ ઇન્ડિયન કપિલ શો’ સીઝન 4ના સેટ પર જોવા મળી હતી. તેણે સફેદ અને બ્લુ રંગનો ઑફ-શોલ્ડર ફ્લોરલ કોઑર્ડિનેટેડ સેટ પહેર્યો હતો જેને મૅચિંગ દુપટ્ટા સાથે પરંપરાગત ટચ આપવામાં આવ્યો હતો. તેના લુકને સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ, સ્મોકી આઇ મેકઅપ અને ખુલ્લા વાળ સાથે કમ્પ્લીટ કરવામાં આવ્યો હતો.


