પુનીત ૨૬ અનાથ આશ્રમ, ૧૯ ગૌશાળા અને ૧૬ વૃદ્ધાશ્રમ ચલાવવાની સાથે આર્થિક રૂપે નબળા એવા ૪૮૦૦ વિદ્યાર્થીઓને પણ મદદ કરતો હતો
પુનીત રાજકુમાર
કર્ણાટક સરકારે ફેંસલો લીધો છે કે કન્નડ સુપરસ્ટાર પુનીત રાજકુમારના જીવનને સ્કૂલના પુસ્તકમાં ઉમેરવામાં આવશે જેથી તેણે કરેલાં માનવ કાર્યો માટે બાળકોને પણ પ્રેરણા મળે. અનેક સંસ્થાઓ અને લોકોએ શિક્ષણ ખાતાના પ્રધાન બી. સી. નાગેશને એ વિશે વિનંતી કરી હતી. સાથે જ તેમણે સરકારને પુનીતના જીવનને ધોરણ ચોથા અને પાંચમા ધોરણનાં પુસ્તકોમાં સમાવેશ કરવાની અપીલ કરી હતી. પુનીત ૨૬ અનાથ આશ્રમ, ૧૯ ગૌશાળા અને ૧૬ વૃદ્ધાશ્રમ ચલાવવાની સાથે આર્થિક રૂપે નબળા એવા ૪૮૦૦ વિદ્યાર્થીઓને પણ મદદ કરતો હતો. ગયા વર્ષે ૨૯ ઑક્ટોબરે પુનીતના અકાળ નિધન બાદ સૌકોઈ ચોંકી ગયા હતાં. તેની છેલ્લી ફિલ્મ ‘જેમ્સ’ ૧૭ માર્ચે રિલીઝ થઈ છે, જેને બૉક્સ-ઑફિસ પર સારો પ્રતિસાદ મળ્યો છે.


