Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુસ્મિતા સેનની એકાવનમી વર્ષગાંઠે લલિત મોદીએ જૂની તસવીર શૅર કરીને આપી શુભેચ્છા

સુસ્મિતા સેનની એકાવનમી વર્ષગાંઠે લલિત મોદીએ જૂની તસવીર શૅર કરીને આપી શુભેચ્છા

Published : 21 November, 2026 11:10 AM | Modified : 21 November, 2026 11:26 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પોસ્ટની કૅપ્શનમાં લલિત મોદીએ જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપી હતી અને સુસ્મિતા હંમેશાં હસતી રહે એવી કામના પણ કરી હતી.

લલિત મોદી અને સુસ્મિતા સેન

લલિત મોદી અને સુસ્મિતા સેન


સુસ્મિતા સેને ગુરુવારે પોતાની એકાવનમી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. આ ખાસ અવસરે ઇન્ડિયન પ્રીમિયર લીગના ભૂતપૂર્વ ચૅરમૅન લલિત મોદીની સોશ્યલ મીડિયા પોસ્ટે લોકોનું ધ્યાન ખેંચ્યું છે. સુસ્મિતાના જન્મદિવસે લલિત મોદીએ પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પરથી એક તસવીર શૅર કરીને તેમને શુભેચ્છા પાઠવી હતી. લલિત મોદીએ શૅર કરેલી તસવીર બ્લૅક ઍન્ડ વાઇટ છે જેમાં તે અને સુસ્મિતા સાથે જોવા મળી રહ્યાં છે અને તસવીર પર ‘હૅપી બર્થ-ડે માય ફ્રેન્ડ’ એવું લખેલું છે. પોસ્ટની કૅપ્શનમાં લલિત મોદીએ જન્મદિવસની ખૂબ-ખૂબ શુભેચ્છાઓ આપી હતી અને સુસ્મિતા હંમેશાં હસતી રહે એવી કામના પણ કરી હતી.

લલિત મોદીની આ પોસ્ટ સામે આવતાં જ સોશ્યલ મીડિયા પર ચર્ચાસ્પદ બની હતી, કારણ કે ૨૦૨૨માં લલિત મોદીએ સુસ્મિતા સાથેની અનેક રોમૅન્ટિક તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરીને ખળભળાટ મચાવ્યો હતો. એ તસવીરોમાં બન્ને વેકેશન માણતાં જોવા મળ્યાં હતાં. એ સમયે લલિત મોદીએ સુસ્મિતાને પોતાની ‘બેટર હાફ’ ગણાવીને તેના પ્રત્યેનો પ્રેમ પણ વ્યક્ત કર્યો હતો. જોકે થોડા સમય બાદ બન્ને અલગ થઈ ગયાં હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 11:26 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK