નાની દીકરીની ૧૭મી વર્ષગાંઠે સુસ્મિતા સેને તેને કહ્યું કે ઈશ્વરની કૃપા તારા પર હંમેશાં રહે, સુસ્મિતાની દીકરી અલીશા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને હાલમાં ઉચ્ચ શિક્ષણ માટે સ્વિટ્ઝરલૅન્ડની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.
અલીશા એટલે ભગવાને મને આપેલી સૌથી અમૂલ્ય ભેટ
સુસ્મિતા સેનની નાની દીકરી અલીશા સેને તાજેતરમાં પોતાની ૧૭મી વર્ષગાંઠ ઊજવી. આ ખાસ અવસરે સુસ્મિતાએ દીકરી સાથેની કેટલીક ખાસ તસવીરો સોશ્યલ મીડિયા પર શૅર કરી અને અલીશાને ભગવાનની સૌથી અમૂલ્ય ભેટ ગણાવી છે. સુસ્મિતાની દીકરી અલીશા લાઇમલાઇટથી દૂર રહેવાનું પસંદ કરે છે અને હાલમાં ઉચ્ચ શિક્ષણ માટે સ્વિટ્ઝરલૅન્ડની એક બોર્ડિંગ સ્કૂલમાં અભ્યાસ કરી રહી છે.
સુસ્મિતાએ પોસ્ટમાં લખ્યું હતું કે ‘હૅપી બર્થ-ડે, શોના. આજે જ ૧૭ વર્ષ પહેલાં પ્રેમાળ ઈશ્વરે મને એક સુંદર, સમજદાર, દયાળુ અને ઉદાર આત્માની ભેટ આપી હતી. મેં તેનું નામ રાખ્યું અલીશા એટલે કે ભગવાનની અમૂલ્ય ભેટ. સમય પસાર થવાની સાથે હું અલીશાને વધુ સારી રીતે ઓળખી રહી છું અને મને પૂરો વિશ્વાસ છે કે મારી દીકરી એક દિવસ સમગ્ર માનવજાત માટે આશીર્વાદ સમાન સાબિત થશે. તું જેવી છે એના પર મને ખૂબ ગર્વ છે. ઈશ્વરની કૃપા તારા પર હંમેશાં રહે.’
