Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > રાજસ્થાનની ગ્રામીણ ચૂંટણીમાં કૉન્ગ્રેસે બાજી પલટી, BJPને લાગ્યો મોટો ફટકો

રાજસ્થાનની ગ્રામીણ ચૂંટણીમાં કૉન્ગ્રેસે બાજી પલટી, BJPને લાગ્યો મોટો ફટકો

Published : 21 November, 2026 11:25 AM | IST | Jaipur
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

જિલ્લાપ્રમુખની ચૂંટણી ૨૫ નવેમ્બરે અને પ્રધાનની ચૂંટણી ૨૭ નવેમ્બરે યોજાશે; જ્યારે કોટા, બારાં, કરૌલી અને શ્રીગંગાનગરમાં મતગણતરી ૧૭ ડિસેમ્બરે થશે.

ગઈ કાલે જયપુરમાં પાર્ટીના સ્ટેટ હેડક્વૉર્ટરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરતા કૉન્ગ્રેસીઓ.

ગઈ કાલે જયપુરમાં પાર્ટીના સ્ટેટ હેડક્વૉર્ટરની બહાર ફટાકડા ફોડીને ઉજવણી કરતા કૉન્ગ્રેસીઓ.


બે મહિના પહેલાં ૩૦૧માંથી ૧૯૭ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સત્તા મેળવનાર ભારતીય જનતા પાર્ટી (BJP) સામે કૉન્ગ્રેસે રાજસ્થાનની ગ્રામીણ ચૂંટણીમાં બાજી પલટી નાખી હતી. પંચાયતસમિતિ અને જિલ્લાપરિષદની ચૂંટણીમાં કૉન્ગ્રેસે મજબૂત સરસાઈ મેળવી છે. અહેવાલ મુજબ જાહેર થયેલી ૬૦૫૦ પંચાયત સમિતિ બેઠકમાંથી કૉન્ગ્રેસે ૨૯૯૦ અને BJP એ ૧૭૯૫ બેઠક જીતી હતી, જેનાથી કૉન્ગ્રેસને ૧૧૯૫ બેઠકની સરસાઈ મળી હતી. જિલ્લાપરિષદની જાહેર થયેલી ૨૩૯ બેઠકમાંથી કૉન્ગ્રેસે ૧૪૩ અને BJP એ ૮૩ બેઠક કબજે કરી હતી. રાજસ્થાનના વહીવટી પુનર્ગઠન બાદ જિલ્લાપરિષદ ૩૩થી વધીને ૪૧ અને પંચાયતસમિતિ ૩૫૨થી વધીને ૪૫૭ થઈ હતી. આ પરિણામોએ ૨૦૨૦-૨૧ના ગ્રામીણ ચૂંટણીના વલણને બદલી નાખ્યું હતું અને મુખ્ય પ્રધાન ભજનલાલ શર્મા સરકારના ગ્રામીણ સંપર્કની કસોટી કરી હતી. અનેક વિસ્તારોમાં BJPના નેતાઓના પરિવારજનોને પરાજય મળ્યો હતો. આ ચૂંટણીમાં પ્રાદેશિક પક્ષો અને અપક્ષોએ પણ મોટી ભૂમિકા ભજવી હતી. હનુમાન બેનીવાલની રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી (RLP)એ ૪૩૮ પંચાયતસમિતિ બેઠક જીતીને ૨૦૨૦ કરતાં મોટી છલાંગ લગાવી હતી. અપક્ષોએ ૫૧૬, ભારત આદિવાસી પાર્ટી (BAP)એ ૨૧૫, CPI(M)એ ૫૦, BSPએ ૪૪ અને AAPએ બે પંચાયતસમિતિ બેઠક જીતી હતી. જિલ્લાપ્રમુખની ચૂંટણી ૨૫ નવેમ્બરે અને પ્રધાનની ચૂંટણી ૨૭ નવેમ્બરે યોજાશે; જ્યારે કોટા, બારાં, કરૌલી અને શ્રીગંગાનગરમાં મતગણતરી ૧૭ ડિસેમ્બરે થશે.


Whatsapp-channel Whatsapp-channel

21 November, 2026 11:25 AM IST | Jaipur | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK