Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિવાંગી જોશી સાથે એન્ગેજમેન્ટની વાતને અફવા ગણાવીને કુશાલે કહ્યું...

શિવાંગી જોશી સાથે એન્ગેજમેન્ટની વાતને અફવા ગણાવીને કુશાલે કહ્યું...

04 May, 2024 07:44 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હું થાઇલૅન્ડમાં ટ્રેઇનિંગ લઈ રહ્યો છું અને સગાઈની મને જ ખબર નથી

કુશાલ ટંડન

કુશાલ ટંડન


શિવાંગી જોશી સાથે સગાઈ કરી રહ્યો હોવાની વાતને કુશાલ ટંડને ફગાવી દીધી છે. આ બન્નેએ સિરિયલ ‘બરસાતેં  - મૌસમ પ્યાર કા’માં સાથે કામ કર્યું હતું અને તેઓ ટૂંક સમયમાં સગાઈ કરવાનાં હોવાની ચર્ચા હતી. પચીસ વર્ષની શિવાંગીના અગાઉ ‘બાલિકા વધૂ 2’ના કો-સ્ટાર રણદીપ રાય સાથે રિલેશન હોવાની ચર્ચા હતી. જોકે બાદમાં બન્નેએ જણાવ્યું કે અમે માત્ર સારા ફ્રેન્ડ્સ છીએ. ૩૯ વર્ષનો કુશાલ ગૌહર ખાન સાથેના રિલેશનને લઈને ખૂબ જ ચર્ચામાં રહ્યો હતો, પરંતુ ૨૦૧૪માં તેમનું બ્રેકઅપ થયું હતું. સગાઈ વિશે સાંભળતાં કુશાલ ટંડને પોતાનો ફોટો શૅર કરી એના પર લખ્યું ‘યાર મીડિયાવાલોં એક બાત બતાઓ. મેરી એન્ગેજમેન્ટ હો રહી હૈ ઔર મુઝે હી ના પતા? હું થાઇલૅન્ડમાં માર્શલ આર્ટ્સની ટ્રેઇનિંગ લઈ રહ્યો છું. તમે લોકો આવું કઈ રીતે કરી શકો? ન્યુઝની થોડી તો વિશ્વસનીયતા રાખો. યે આપકી સોર્સ હૈ કૌન?’
 


મને અફવાઓ ખૂબ જ પસંદ છે. મને હંમેશાં મારા વિશે એવી વાતો જાણવા મળે છે જે મને જ ન ખબર હોય.  
- શિવાંગી જોશી                

 


Whatsapp-channel Whatsapp-channel

04 May, 2024 07:44 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK